Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

રાજકોટમાં સમસ્ત રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સન્માન સમારોહ-ભાવવંદના

જૂનાગઢઃ સમસ્ત રાજગોર બ્રાહ્મણ સમાજ દ્વારા આજે રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે સન્માન સમારંભ તથા ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેના અધ્યક્ષ સ્થાને પૂ. રમેશભાઈ ઓઝા 'પૂ. ભાઈશ્રી', પૂ. મુકતાનંદબાપુ સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પૂ. નિલકંઠચરણદાસ સ્વામી, પૂ. રામબાલકદાસબાપુ, ધૂનડાના જગુરામબાપુ તેમજ પૂ. જેન્તીરામબાપા હાલ લંડનની ધાર્મિક યાત્રા હોવાથી તેમના પ્રતિનિધિ શાસ્ત્રી ભાવેશભાઈ શીલુ, સુબોધાનંદજી આત્મારામ સ્વામી જ્યોતિમર્યાનંદજી, નિજસ્વરૂપાનંદજી, સ્વામિ સુખદેવદાસજી મહારાજ, બ્રહ્મચારીબાપુ, કિશોરાનંદજીબાપુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પૂ. રમેશભાઈ ઓઝા, પૂ. મુકતાનંદજીબાપુ, ગીજુભાઈ ભરાડ સહિતનું જુદી જુદી સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું. આ તકે કાલાવડ રોડ, કોટેચા ચોકથી ભવ્ય શોભાયાત્રા નિકળી હતી અને સાધુ-સંતોના સામૈયા કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાંથી રાજગોર સમાજના આગેવાનો-કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. સફળ બનાવવા રાજગોર બ્રાહ્મણ સમાજ કોર કમીટીના જતીનભાઈ ભરાડ, જયંતીભાઈ તેરૈયા, બી.વી. મહેતા, ભરતભાઈ જોશી, ઈશ્વરભાઈ તેરૈયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર-અહેવાલઃ વિનુ જોશી-જૂનાગઢ)

(1:07 pm IST)
  • ઉમા ભારતી ચૂંટણી નહિં લડે : કેન્દ્રીય કેબીનેટ મંત્રી ઉમા ભારતીએ અમિત શાહને પત્ર લખી જણાવ્યંુ દોઢ વર્ષ સુધી ચૂંટણી નહિં લડે : પક્ષ આ પ્રસ્તાવનો સ્વીકાર કરે તેવી માંગ તેઓએ ઉઠાવી : સંગઠન માટે કામ કરવા તત્પરતા બતાવી access_time 5:31 pm IST

  • પાકિસ્તાન ડે ઈવેન્ટનો બહિષ્કાર : ભારત સરકારે દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમીશન ખાતે યોજાનાર પાકિસ્તાન ડે ઈવેન્ટનો બહિષ્કાર જાહેર કર્યો છેઃ આ બેઠકમાં પાકિસ્તાને કાશ્મીરી અલગાવવાદીઓને નિમંત્રણ આપ્યું છેઃ આ સંમેલનમાં સામાન્ય રીતે ભારત દ્વારા પ્રધાન લેવલની હસ્તી ભાગ લેતી હોય છે, તે હવે નહિ જાય access_time 3:58 pm IST

  • કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થશે : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે થનાર ગઠબંધન મુજબ કોંગ્રેસ ૨૪ અને ૨૦ બેઠક ઉપર ચૂંટણી લડશે access_time 5:31 pm IST