Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

મૌલાના ઇસ્હાકની વિદાયને રપ વર્ષ પૂરા

બિનસુન્નીઓ સામે બાથ ભીડનાર, જરૂરીયાતમંદોનો સહારો બનેલા ફાતેહ સૌરાષ્ટ્રઃ રવિવારે રાત્રે મસ્જીદે ગૌષિયાહમાં ઇસાલે સવાબ અર્થે ૧ કલાકનો રૂહાની જલ્લસો

રાજકોટ તા. રર : સૌરાષ્ટ્રના જાણીતા ઉલેમા હઝરત મૌલાના મુહમ્મદ ઇસ્હાક સાહેબ હશમતી (રહે.)ની વિદાયને રપ વર્ષ પૂરા થતા હોઇ તેઓની યાદમાં કાલે રવિવારે ઇશાની નમાઝ બાદ ''મસ્જીદેગૌષિયાહ'' (જંગલેશ્વર મેઇન રોડ) રાજકોટ ખાતે રૂહાની જલ્સો એક કલાક માટે યોજવામાં આવેલ છ.ે હઝરત મૌલાના મુહંમદ ઇસ્હાક સાહેબની વિદાય બાદ તેઓની ઝિયારત શરીફ ખૂદ સૌરાષ્ટ્રના સુન્ની મુસ્લિમ વડા મુજાહિદે સૌરાષ્ટ્ર હઝરત મૌલાના મુહંમદ ઇબ્રાહીમ તુર્કિ સાહેબ (રહે.) એ સંપન્ન કરી અને એ વેળા તેઓએ હઝરત મૌલાના મુહમ્મદ ઇસ્હાક સાહેબ (રહે.) પોતાના એક આધ્યાત્મિક સુપુત્ર (રૂહાની ફરજંદ) હોવાનું જાહેર કરી અતિશય અફસોસ જાહેર કર્યો હતો.

સૌરાષ્ટ્ર ભરના અનેક ગામો શહેરોમાં રાત-દિ' સતત કાર્યરત રહી અને ખાસ કરીને બિનસુન્નીઓ સામે બાથભીડીને સુન્ની સમાજની સેવા અને રક્ષા કાજે ''ફાતેહ સૌરાષ્ટ્ર'' તરીકે પંકાયેલા હુઝુર મુફતી-એ આ'ઝ મ હિન્દ (રહે.)ના ખલીફા હઝરત મૌલાના મુહમ્મદ ઇસ્હાક સાહેબ ખત્રી (રહે.) ''હશમતી શમશીર'' તરીકે જાણીતા હતા.

આ'લા-હઝરત ફાઝીલે બરૈલ્વી (રહે.)ના આધ્યાત્મિક સુપુત્ર શેરેબેશએ સુન્નત (રહે.)ની તેઓ કરામત હતા જેથી જરૂરીયાત મંદોને હમેંશા સહારો આપી ગરીબોના બેલી તરીકે સુન્ની સમાજની રક્ષા અને સેવા કાજે પોતાનું જીવન ગરીબી અને સાદાઇમાં એક 'સૂફી' તરીકે વિતાવી ૧૯૯૪ની રપમી માર્ચને શુક્રવારે આ ફાની દુનિયાનો ત્યાગ કરી દેતા ભારતભરની અનેક ખાનકાહના વડાઓ દ્વારા શોક વ્યકત કરવામાં આવ્યો હતો.

અંગ્રેજી તિથિ મુજબ સોમવારે તેઓની વિદાયને રપ વર્ષ પૂરા થઇ રહ્યા છે  આગામી તેઓનો ઉર્ષ શરીફ ''સિલ્વર જયુબિલી ઉર્ષ'' મનાવવામાં આવનારે છે જે માટે પણ તૈયારીઓ આરંભી દેવાઇ છે. મસ્જીદે ગૌષિયાહ (તવકકલ ચોક)માં રવિવારે રાત્રે તેઓના અનુયાયીઓ શ્રદ્ધાળુઓ સહિતના સુન્ની મુસ્લિમ બિરાદરોને હાજરી આપી  ઇસાલે સવાબ કરવા ખાનદાને ઇમામુલ કૌમ દ્વારા અનૂરોધ કરાયો છે તેમ શબ્બીરભાઇ પરમાર (લહેર વોટર)ની એકયાદીમાં જણાવાયું છે.

(11:46 am IST)