Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

રાજકોટની ગાર્ડી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી બે વિદ્યાર્થિનીને ઉઠાવી જઈને દુષ્કર્મ આચરનાર આચાર્ય ધવલ ત્રિવેદીને આજીવન કેદની સજા

ધવલ ત્રિવેદીની ભાળ નહીં મળતા સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપાઇ હતી:બે વર્ષ બાદ બંને સગીરા સાથે પંજાબના બુઢલાડાથી ઝડપાયો હતો.

રાજકોટ: શહેરના જામનગર રોડ પરની ગાર્ડી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી બે વિદ્યાર્થિનીઓને ઉઠાવી જઇ દુષ્કર્મ આચરનાર આચાર્ય ધવલ ત્રિવેદીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સ્કૂલની ધોરણ-11ની બે છાત્રાનું અપહરણ કરી પ્રિન્સિપલ ધવલ ત્રિવેદી નાસી છૂટ્યો હતો. સ્થાનિક પોલીસની તપાસમાં ધવલ ત્રિવેદીની ભાળ નહીં મળતા સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપાઇ હતી. જેમાં બે વર્ષ બાદ ધવલ બંને સગીરા સાથે પંજાબના બુઢલાડાથી ઝડપાયો હતો.

   અત્રે ઉલ્લેખનીય છે કે લંપટ પ્રિન્સિપલ ધવલ ત્રિવેદી ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરાવવાનો આગ્રહ રાખતો હતો. અગાઉ પણ તેણે નવસારીની બે શિક્ષિકા,રાજકોટની બે યુવતી અને ગાર્ડી સ્કૂલની બે છાત્રા સહિત કુલ આઠ યુવતીઓને પોતાની જાળમાં ફસાવી હતી. પોતાના સંપર્કમાં આવતી છાત્રા-યુવતીઓની વાતોથી તેની મજબૂરી જાણી સહાનુભૂતિ દર્શાવ્યા બાદ તેનો ફાયદો ઉઠાવતો હતો

(1:39 am IST)
  • રામલીલા મેદાન પરથી અણ્ણા હઝારેએ કર્યો હુંકાર - "આ વખતે ખાલી મોઢાંની વાતોથી નહી તોડું ભૂખ હડતાળ, સરકારે નક્કર નિર્ણયો લેવા પડશે." : કૃષિ અંગે સ્વામિનાથન કમિશનના અહેવાલને લાગુ કરવા ઉપરાંત રાજ્યોમાં લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકની માંગણી સાથે ભૂખ હડતાળ પર બેઠા છે અણ્ણા હઝારે access_time 2:12 pm IST

  • દિલ્હીમાં કરોડપતિઓને રૂપલલનાઓના મોહપાશમાં હની ટ્રેપમાં ફસાવી કરોડો લૂંટી લીધા : ૨ ઝડપાયા access_time 5:42 pm IST

  • ભગતસિંહને શ્રદ્ધાંજલી આપવા - યાદ કરવા સહિતના કાર્યક્રમોને લઇ જુદા જુદા પક્ષો વચ્ચે જે હરિફાઇ ચાલી છે તે સંદર્ભે બીબીસીએ પ્રસિધ્ધ કરેલ કાર્ટૂન.... access_time 3:46 pm IST