Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

જુનિયર કલાર્કની ૭પ જગ્યા ભરવા માટે જાહેરાત પણ ભરી શકાશે પ૯

રવિવારે પરીક્ષા : ૪૭૦૦૦ જેટલા ઉમેદવારો : ભરતીની જાહેરાત બાદ સેટઅપમાં ઘટાડો : પરીક્ષા પૂર્વે કોર્પોરેશન તંત્ર નાપાસ

રાજકોટ, તા. ૨૩ :. મ્યુનિ. કોર્પોરેશનની જુનિયર કલાર્કની ખાલી જગ્યા ભરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે આ જગ્યામાં હવે ૭૫ ને બદલે ૫૯ ભરવામાં આવનાર હોવાનું તંત્રના સૂત્રોમાંથી જાણવા મળ્યુ હતું. જૂન માસના જનરલ બોર્ડના ઠારવમાં ં ૧૬ જગ્યાનું સેટઅપ રદ કરવામાં આવ્યુ હતું. આ પરીક્ષા પૂર્વે તંત્ર નાપાસ થયાનું લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુનિ. કોર્પોરેશનમાં છેલ્લા ઘણા વર્ષો પછી આટલી મોટી સંખ્યામાં ખાલી જગ્યાની ભરતી કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનમાં જુનિયર કલાર્કની ખાલી ૭૫ જગ્યા ભરવા રવિવારે પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે તંત્રના સૂત્રોમાંથી માહિતી પ્રમાણે જુનિયર કલાર્કની ૧૬ જગ્યાનું સેટઅપ જુન મહિનામાં જનરલ બોર્ડના ઠરાવમાં રદ કરવામાં આવ્યુ હતું. તંત્ર દ્વારા ૭૫ જગ્યા ભરવા જાહેરાત કરવામાં આવી હતી. ખરેખર ૫૯ જગ્યા ભરવામાં આવનાર છે ત્યારે પરીક્ષાર્થીઓમાં નિરાશા ફેલાય છે.આ તંત્રના સંબંધિત વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ વહીવટી પ્રક્રિયા છે. જગ્યામાં વધારો-ઘટાડો થઈ શકે છે. અત્રે નોંધનીય છે કે, જુનિયર કલાર્કની ભરતી માટે તા. ૨૫ માર્ચના રવિવારે ૪૭ હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.

આ પરીક્ષા શહેરના વિવિધ પાંચ શહેરોમાં ૭૦ સેન્ટરોમાં લેવામાં આવનાર છે.

(4:30 pm IST)