Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

વોકહાર્ટ સામે ધરણા પર બેઠેલા પીડીત પરિવાર સહિત ૨૬ની અટકાયત

પોલીસની મંજુરી વિના ધરણા પર બેઠેલ કરણી સેનાના કાર્યકરોની અટકાયત કરી હેડ કવાર્ટર લઈ જવાયા

રાજકોટઃ વોકહાર્ટ હોસ્પીટલ ખાતે આજે સવારે ૧૦ વાગ્યે સ્વ. રેખાબેન પાટડીયાના સુપુત્ર હિતેશભાઈ પાટડીયા, જમાઈ નિલેશભાઈ ધકાણ તેમજ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના શ્રી ચંદુભા પરમાર, બળદેવસિંહ સિંધવ, મોહીતસિંહ વાઢેર, યુવરાજસિંહ ડોડીયા, રમેશસિંહ જાદવ, હરદેવસિંહ રાઠોડ, મહિપતસિંહ ખેર, હરદેવસિંહ ચાવડા, જગદીશસિંહ ચાવડા, અજયસિંહ, યોગીરાજસિંહ તલાટીયા, સહદેવસિંહ હેરમા, ભૂપતસિંહ જાદવ, નિલેશભાઈ ધકાણ, હિતેશભાઈ પાટડીયા તેમજ ભૂદેવ સેવા સમિતિના જગદીશભાઈ રાવલ, વિરેનસિંહ સિંધવ સહિતના નજરે પડે છે(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૩ :. શહેરની એમ.એન. વિરાણી વોકહાર્ટ હોસ્પીટલની તબીબી સેવા સામે થોડા કેટલાક સમયથી વિવિધ ચાલે છે. ગઈકાલે શરીરમાં વાયર ભુલાઈ ગયેલ મહિલા દર્દી રેખાબેન પાટડીયાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલ. આજે વોકહાર્ટ હોસ્પીટલના પ્રવેશદ્વારે મૃતકના પરિવારજનો અને કરણી સેના દ્વારા ઉપવાસ-ધરણાનો કાર્યક્રમ યોજાયેલ.

વોકહાર્ટ હોસ્પીટલ ખાતે આજે સવારે ૧૦ વાગ્યે સ્વ. રેખાબેન પાટડીયાના સુપુત્ર હિતેશભાઈ પાટડીયા, જમાઈ નિલેશભાઈ ધકાણ તેમજ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના શ્રી ચંદુભા પરમાર, બળદેવસિંહ સિંધવ, મોહીતસિંહ વાઢેર, યુવરાજસિંહ ડોડીયા, રમેશસિંહ જાદવ, હરદેવસિંહ રાઠોડ, મહિપતસિંહ ખેર, હરદેવસિંહ ચાવડા, જગદીશસિંહ ચાવડા, અજયસિંહ, યોગીરાજસિંહ તલાટીયા, સહદેવસિંહ હેરમા, ભૂપતસિંહ જાદવ, નિલેશભાઈ ધકાણ, હિતેશભાઈ પાટડીયા તેમજ ભૂદેવ સેવા સમિતિના જગદીશભાઈ રાવલ, વિરેનસિંહ સિંધવ સહિતના કોર્પોરેશનની મંજુરી મેળવી ઉપવાસ છાવણી શરૂ કરેલ.

આજે શહિદ દિને શહિદ ભગતસિંહ, રાજ્યગુરૂ અને સુખદેવને શ્રધ્ધાંજલી આપી અને સદગત રેખાબેન પાટડીયા અને ચાંદનીબેન રાવલને પુષ્પાંજલી અર્પણ કરેલ. બાદમાં રામધૂન સાથે વોકહાર્ટ હોસ્પીટલની બેદરકારીને ઢંઢોળવામાં આવેલ.

રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશ્નરની મંજુરી વિના ઉપવાસી છાવણી શરૂ કરનાર ૨૬ લોકોની અટકાયત કરી હેડ કવાર્ટર ખાતે લઈ જવામાં આવેલ.

(4:29 pm IST)