Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

પરિચયની પાંખે

જૈન વિઝનના સેવા ફલકને વિસ્તારતા જયેશભાઇ શાહ અને સુનિલભાઇ શાહ

રાજકોટ તા. ર૩: વિર પ્રભુ મહાવીર જન્મકલ્યાણના વધામણા અર્થે યોજાય રહેલ જૈન વિઝન આયોજીત વિવિધ સેવાકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનાં સૌભાગ્ય પ્રાપ્ત કરનાર રાજકોટના (મુળ મોરબી) સોનમ કલોકના માલિક જયેશભાઇ છબીલદાસભાઇ શાહનો ટૂંકો પરિચય જોઇએ તો પ૧ વર્ષના જયેશભાઇનો જન્મ મોરબીમાં થયો હતો. તેમના પિતા છબીલદાસભાઇ દુર્લભજીભાઇ શાહ કરિયાણાના વેપારી હતા. બાળપણ અને યુવાની તથા મુંબઇમાં પસાઇ થઇ ૧૯૯૬માં તેઓએ મોરબીમાં ભાડે જગ્યા લઇને 'સોનમ કલોક' નામે ફેકટરી શરૂ કરી. ર૦૦૧માં સોનમ કલોક પ્રા. લી.ની રચના કરીને ર૦૦રમાં મોરબી-રાજકોટ પર વિશાળ જગ્યામાં ફેકટરી શરૂ કરી આ વર્ષે તેમણે 'સોનમ કલોક લીમીટેડ' કરી નાખેલ છે. આગામી એપ્રિલમાં કંપની આઇ.પી.ઓ. લઇને આવી રહી છે. જયફેશભાઇ જૈન ધર્મના અનુયાયી છે. મોરબી પાસે શ્રી વાસુપુજય સ્વામી શિખરબધ્ધ જિનાલયનું નિર્માણ કર્યું છે. ધર્મશાળા, ભોજનશાળા, સાધુ-સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયો પણ બનાવ્યા છે. પિતા છબીલદાસભાઇ શાહ, માતા અનસુયાબેનને પાંચ પુત્રો અને પાંચ પુત્રીઓ છે. જેમાં જયેશભાઇ સૌથી નાના છે. તેમના એક ભાઇ અમેરીકા, એક મુંબઇ, એક ભાઇ મોરબીમાં કરીયાણાનો ધંધો સંભાળે છે. ધગશ, પુરૂષાર્થ પરિશ્રમથી સિધ્ધી હાંસલ કરનાર જયેશભાઇ શાહ (મો. ૯૮રપર ર૪૭૧૭) ને ઠેરઠેરથી અભિનંદનની વર્ષા થઇ રહી છે.

વિર પ્રભુ મહાવીર જન્મકલ્યાણના વધામણા અર્થે યોજાય રહેલ જૈન વિઝન આયોજીત વિવિધ સેવાકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમના આધારસ્તંભનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર આર્કેડીયા શેર્સના વાઇસ પ્રેસીડેન્ટ સુનિલભાઇ શાહ પણ આવાજ એક જૈન શ્રેષ્ઠી છે.

પ૭ વર્ષના સુનિલભાઇ શાહ કિશોરદા અને હેમંતદાના બાળપણથીજ પ્રસંશક રહ્યા છે. તેઓ તે બંને કલાકારોના ગીતો ગાતા રહ્યા છે. તેઓ બી.કોમ., એલએલ.બી. થયા પછી ૧૯૯૧માં શેરબજારમાં ઝંપલાવ્યું. તેઓ આર્કેડીયા શેર્સના વાઇસ પ્રેસીડેન્ટ છે. સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એકસચેન્જમાં ૧૪ વર્ષથી ડાયરેકટરનું પદ સંભાળી રહ્યા છે.  રાજકોટમાં રીપલ ગ્રુપ અને આલ્ફા ગ્રુપના પ્રેસિડન્ટ તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમનાં માર્ગદર્શન હેઠળ ફેસ્ટીવલ કાર્યક્રમો તથા સામાજીક કાર્યો ચાલી રહ્યા છે. વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સુનિલભાઇ શાહ જીવદયાના કાર્યો, જરૂરત મંદોને સહાય, મેડીકલ સહાય વગેરે વર્ષોથી કરી રહ્યા છે. તેઓ શહેર ભાજપના ઇન્વેસ્ટ સેલના કન્વીનર તરીકે ભાગ ભજવી રહ્યા છે. ઉદારવૃત્તિ સાથે સિધ્ધીના સોપાનો સર કરનાર સુનિલભાઇ શાહ (મો. ૯૮ર૪ર ૧૦પ૧પ)ને ઠેરઠેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે. (સંકલનઃ મિલન કોઠારી મો. ૯૮ર૪ર ૯૪પ૩૧)

(4:13 pm IST)
  • રાજ્યસભા ચૂંટણી પરિણામ : સાંજે 7 વાગ્યે : મહારાષ્ટ્રમાંથી બીજેપીના નારાયણ રાણે,પ્રકાશ જાવડેકર, વી મુરલીધરન તથા કોંગ્રેસના કુમાર કેટકર,અને શિવસેનાના અનિલ દેસાઈ,અને એનસીપીના વંદના ચૌહાણ વિજેતા:છત્તીસગઢમાંથી બીજેપીના સરોજ પાંડે,વેસ્ટ બેંગાલમાંથી ટીએમસીના અબીર રંજન બિસ્વાસ,તથા આંધ્રપ્રદેશમાંથી ટીડીપીના સી એમ રમેશ વિજેતા access_time 7:42 pm IST

  • ઉત્તર પ્રદેશમાં સાંજે છ વાગ્યે મત ગણતરી રોકી દેવામાં આવી છે :યોગીના સાથી ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું : ઝારખંડમાં રાજ્યસભાની ચૂંટણીમાં JVMના ધારાસભ્યં પ્રકાશ રામનો મત રદ કરવા કોંગ્રેસે ચૂંટણી પંચને અરજી આપી: કર્ણાટકમાં JDSના કુમારસ્વામીએ મતદાનના માટે ગણતરીમાં ગરબડી થયાનો આક્ષેપ કરેલ છે access_time 6:35 pm IST

  • રામલીલા મેદાન પરથી અણ્ણા હઝારેએ કર્યો હુંકાર - "આ વખતે ખાલી મોઢાંની વાતોથી નહી તોડું ભૂખ હડતાળ, સરકારે નક્કર નિર્ણયો લેવા પડશે." : કૃષિ અંગે સ્વામિનાથન કમિશનના અહેવાલને લાગુ કરવા ઉપરાંત રાજ્યોમાં લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકની માંગણી સાથે ભૂખ હડતાળ પર બેઠા છે અણ્ણા હઝારે access_time 2:12 pm IST