Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

જંગલેશ્વરમાં કોળી યુવાન અને મિત્ર પર આંખમાં મરચાની ભુકી છાંટી હુમલો

શેરીમાંથી નીકળવા મામલે ધોકા-પાઇપથી ધબધબાટી :સામા પક્ષે મુસ્લિમ યુવાન શાહિદ અને તેના માતા ઝરીનાબેનને ઇજા

રાજકોટ તા. ૨૩: જંગલેશ્વર રાધાકૃષ્ણનગરમાં સવારે કોળી યુવાન દિપક ઉર્ફ ગેલીયો નરસીભાઇ મારમીયા (ઉ.૩૮) નામના કોળી યુવાન પર શાહીદ અને તેના માતા ઝરીનાબેન સહિતનાએ આંખમાં મરચાની ભુકી છાંટી ધોકા-પાઇપથી હુમલો કરતાં ઇજા થઇ હતી. તેને બચાવવા વચ્ચે પડેલા મિત્ર બાબુ રામભાઇ શાહુ (ઉ.૨૦) પણ ઘાયલ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. દિપકે કહ્યું હતું કે પોતે શેરીમાંથી નીકળતાં શાહીદે અહિથી કેમ નીકળ્યો? કહી હુમલો કર્યો હતો.

સામા પક્ષે શાહીદ અજીતભાઇ હીંગોરા (ઉ.૨૨) અને તેના માતા ઝરીનાબેન અજીતભાઇ (ઉ.૪૦) પણ પોતાના પર દિપક ઉર્ફ ગેલીયો, શાહીદ, ભુરો સહિતનાએ હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં સલિમભાઇ ફુલાણી અને રવિભાઇ ગઢવીએ ભકિતનગર પોલીસને જાણ કરતાં પી.એસ.ઓ. આર. પી. ઝાલાએ ઇન્વે સ્ટાફને જાણ કરી હતી.

(4:07 pm IST)