Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

'ફી' કાયદાનો ઉલાળીયો કરનાર શિક્ષણમંત્રીના મગજનું ઓપરેશન કરતુ કોંગ્રેસઃ ડીઇઓ કચેરીએ દેખાવો

પોલીસ સાથે ઝપાઝપીઃ શિક્ષણમંત્રીના પુતળાને કબ્જે કરતી પોલીસ

રાજકોટઃ ફી પ્રશ્ને ગઇકાલે શાળા સંચાલકોની તરફેણમાં શિક્ષણમંત્રી શ્રી ચુડાસમાના નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. આજે ડીઇઓ કચેરીએ શિક્ષણમંત્રીના પુતળા બનાવી મગજનું ઓપરેશન કરવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો હતો. તે સમયની તસ્વીર. ડીઇઓને આવેદનપત્ર આપવા કોંગી અગ્રણી ઇન્દુભા રાઓલ, રણજીતભાઇ મુંધવા, ગોપાલભાઇ અનડકટ, નૈમીષભાઇ પાટડીયા, રાજુભાઇ લોઢીયા, ભાવેશભાઇ પટેલ, સુરેશભાઇ સીતાપરા, ધવલભાઇ ચોટલીયા, રમેશભાઇ તલાટીયા, ભાર્ગવભાઇ ટાંક નજરે પડે છે. બીજી તસ્વીરમાં પોલીસ સાથે ઝપાઝપી અને પુતળુ કબ્જે કરતી પોલીસ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૧૭)

રાજકોટ, તા., ૨૩: બહુચર્ચીત ફી પ્રશ્ને ગઇકાલે રાજયના શિક્ષણમંત્રીએ શાળા સંચાલકોની તરફેણમાં નિવેદન આપતા ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. આજે શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે ઉગ્ર દેખાવો કરી આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવેલ.

કોંગ્રેસના અગ્રણી ઇન્દુભા રાઓલ અને રણજીતભાઇ મુંધવાના નેતૃત્વમાં રાજકોટ જીલ્લા શિક્ષણાઅધિકારી કચેરી ખાતે કોંગ્રેસ અગ્રણીઓએ શિક્ષણમંત્રી શ્રી ચુડાસમા અને રાજય સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી રામધુન બોલાવેલ. બાદમાં આશ્ચર્યજનક કાર્યક્રમમાં શિક્ષણમંત્રીના મગજનું ઓપરેશન કરવામાં આવેલ. આ દરમિયાન પોલીસ પહોંચી જતા કોંગ્રેસ કાર્યકરો પાસેથી પુતળુ કબ્જે કર્યુ હતું. આ સમયે થોડીવાર માહોલ તંગ બની ગયો હતો.

કોંગ્રેસે યાદીમાં જણાવ્યું છે કે ચુંટણી પુર્વે રાજય સરકાર દ્વારા ફી નિર્ધારણના નામે વાલીઓ માટે મોટી જાહેરાત કરેલ. ૧પ૦૦૦, રપ૦૦૦ અને ર૭૦૦૦ના સ્લેબમાં ફી નિર્ધારણ કરવામાં આવેલ. જેને ગુજરાત હાઇકોર્ટે વાલીઓની તરફેણમાં માન્ય ગણેલ. ત્યારે ગઇકાલે શાળા સંચાલકોની તરફેણમાં  નિવેદન આપેલ.

ડીઇઓ કચેરી ખાતે રજુઆત સમયે ઇન્દુભા રાઓલ, રણજીતભાઇ મુંધવા, ગોપાલભાઇ અનડકટ, નૈમીષભાઇ પાટડીયા, રાજુભાઇ લોઢીયા, ભાવેશભાઇ પટેલ, સુરેશભાઇ સીતાપરા, ધવલભાઇ ચોટલીયા, રમેશભાઇ તલાટીયા, ભાર્ગવભાઇ ટાંક સહિતના કાર્યકરો ઉમટી પડેલ.

(4:06 pm IST)