Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

જાણીતા પેથોલોજીસ્ટ ડો. જયપ્રકાશ ભટ્ટ અને ગાયનેકોલોજીસ્ટ ડો. અમિતાબેન ભટ્ટ ઇન્કમટેકસની ઝપટેઃ ચાર સ્થળે તપાસ

રેન્જ-૨ના કમિશ્નર વર્માના માર્ગદર્શન હેઠળ રજપૂતપરા અને અમીન માર્ગ ઉપર તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૨૩ : વિદાય લઇ રહેલા ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં રાજકોટ આયકર વિભાગે રાજકોટના બે જાણીતા તબિબને ઝપટે લઇ તપાસ હાથ ધરતા તબિબ આલમમાં ભારે ચર્ચા જાગી છે.

જાણવા મળતી વિગતો મુજબ ડેલ્ટા પેથોલોજી લેબના ડો. જયપ્રકાશભાઇ ભટ્ટ અને જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. અમીતબેન ભટ્ટના ઓફિસ અને હોસ્પિટલ તેમજ રહેણાંક ઉપર આવકવેરા વિભાગે બપોરે ૧૨ કલાકે ઓચિંતા સર્વે હાથ ધર્યો છે. રાજકોટ ઇન્કમટેકસ રેન્જ-૨ ના કમિશ્નર શ્રી પ્રવિણ વર્માના માર્ગદર્શન તળે ૨૦થી વધુ આયકર અધિકારીઓનો કાફલો રજપૂતપરા ખાતે આવેલ લેબોરેટરી અને અમિન માર્ગે આવેલ અમિતાબેન ભટ્ટની હોસ્પિટલ ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે.

આયકર વર્તુળોના જણાવ્યા મુજબ ડો. ભટ્ટ દ્વારા આધુનિક લેબોરેટરીના કિંમતી સાધનોની ખરીદી તેમજ રિયલ એસ્ટેટ અને અન્ય સ્થળોએ રોકાણ ઉપર તપાસ કેન્દ્રીત કરી છે. આ તપાસ મોડી રાત્રી તેમજ આવતીકાલ સવાર સુધી ચાલશે.

(3:37 pm IST)