Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

કોઠારીયા વિસ્તારમાં બુલડોઝર ધણધણ્યુ : ૯.૧૭ કરોડની જમીન ખુલ્લી કરાવાઇ

સોમનાથ સોસાયટી, સ્વાતી પાર્ક, કૈલાશ પાર્ક સહિતના વિસ્તારમાં ૬ ગેરકાયદે ૩,૬૦૦ ચો.મી. બાંધકામો તોડી પડાયા

ડિમોલીશન : શહેરના કોઠારીયા વિસ્તારમાં ડી.પી. રોડ ખુલ્લા કરવા ગેરકાયદે બાંધકામો તોડી પડ્યા  તે વખતની તસ્વીરમાં વિજીલન્સ પોલીસ બંદોબસ્ત, લોકોના ટોળા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ર૩ : મ્યુ. કોર્પોરેશનની ટાઉન પ્લાટીંગ શાખા દ્વારા આજે સવારે શહેરનાં કોઠારીયા વિસ્તારમાં ડી.પી. રોડ ખુલ્લો કરવા અને ગેરકાયદેસર ૬ બાંધકામો તોડી પાડી રૂ. ૯.૧૭ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આ અંગે મ્યુનિ. કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠિયાના જણાવ્યા પ્રમાણે કમિશ્નર બન્છા નિધિ પાનીની સુચના અનુસાર રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ શહેરના ઇસ્ટ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં. ૧૮માં કોઠારીયા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સોમનાથ સોસાયટીમાં રણુજા મંદિર પાછળ ડી.પી. રોડ પર એક મકાનનું ૧૦૦ ચો.મી. બાંધકામ, સ્વાતી પાર્ક મેઇન રોડ પર ટી.પી. રિઝર્વેશન ર૦ં૦ ચો.મી., કૈલાશ પાર્ક ઇન્ડસ્ટ્રીઝ , કોમન પ્લોટ ૩૦૦  ચો.મી., સ્વાતી મેઇન રોડ, સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ એરીયા રેલ્વે પાટા પાસે ૧૦૦૦  ચો.મી., ભુમેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયા પ્રપો. ટી.પી. રીઝર્વેશન ૧૦૦૦  ચો.મી., ગોપનાથ ઇન્ડસ્ટ્રીયલ એરીયા પ્ર. પો. ટી.પી. રિઝર્વેશન ૩૬૦૦  ચો.મી. સહિતના બાંધકામ નાં ૬ ના દબાણો દૂર કરી રૂ. ૯.૧૭ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે.

આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખા ઇસ્ટ ઝોનના આસિ. ટાઉન પ્લાનર વી.સી. મુંધવા, આર.ડી. પ્રજાપતિ, એ.એમ. વેગડ, કે.કે. મહેતા. જી.ડી. જોષી તથા અન્ય ટી.પી. સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત સ્થળ પર જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમ ાટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળે પર ઉપસ્થિત રહ્યો છે.

(3:36 pm IST)