Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

બેટી નજીક ડમ્પર અને કાર અથડાતાં રાજકોટના બે વકિલ સહિત ૩ને ઇજા

એડવોકેટ મનિષભાઇ કોટક, ઉમેશભાઇ પાટડીયા અને કાર ચાલક પ્રદિપભાઇ ભટ્ટ ઘવાયાઃ વડોદરાથી પરત આવતી વખતે રાત્રે બનાવ

રાજકોટ તા. ૨૩: કુવાડવા નજીક બેટી પાસે રાત્રે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં બેઠેલા રાજકોટના બે એડવોકેટ અને કાર ચાલકને ઇજા થઇ હતી.

જાણવા મળ્યા મુજબ ગોકુલનગર-૫માં રહેતાં એડવોકેટ મનિષભાઇ વૃજલાલ કોટક (ઉ.૪૦) તથા મોરબી રોડ સિતારામ પાર્કમાં રહેતાં એડવોકેટ ઉમેશભાઇ નવનીતભાઇ પાટડીયા (ઉ.૩૭) સાન્ટ્રો કારમાં બેસી વડોદરા કામ સબબ ગયા હતાં. ત્યાંથી રાત્રે દસેક વાગ્યે પરત રાજકોટ આવ્યા ત્યારે બેટી નજીક ડમ્પર સાથે કાર અથડાઇ હતી. જેમાં બંને એડવોકેટ તથા કાર ચાલક જંગલેશ્વર આવાસ કવાર્ટરમાં રહેતાં પ્રદિપભાઇ જટાશંકર ભટ્ટ (ઉ.૪૫)ને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પોલીસ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કુવાડવા પોલીસને જાણ કરતાં એએસઆઇ રાયધનભાઇ ડાંગરે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:06 pm IST)