Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

જંગલેશ્વરમાં ગાળો બોલવા મામલે યુ.પી.ના શખ્સો વચ્ચે ધબધબાટી

ધોકા-પાઇપ-સળીયા ઉલળ્યાઃ બાબુ અને સોનુને ઇજા

રાજકોટ તા. ૨૩: જંગલેશ્વરમાં ગાળો બોલવા મામલે યુ.પી.ના શખ્સો વચ્ચે મારામારી થતાં બે યુવાનને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જંગલેશ્વર-૫માં રહેતો અને કારખાનામાં મજૂરી કરતો સોનુ બાબુભાઇ અબ્બાસી (ઉ.૨૨) રાત્રે હુશેની ચોકમાં હતો ત્યારે શાહીદ, બાબુ, નજીયા, શાહરૂખે પાઇપ-સળીયાથી હુમલો કરતાં ઇજા થતાં દાખલ થયો હતો. સામા પક્ષે બાબુ કાલેપર અબ્બાસી (ઉ.૩૦) પણ પોતાને સોનુ, ગુલફામ, મોહન સહિતે ધોકાથી ફટકાર્યાની ફરિયાદ સાથે સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ ભકિતનગર પોલીસમાં એન્ટ્રી નોંધાવી હતી. સોનુના કહેવા મુજબ તેના ભાઇ ગુલફામને શાહીદ, બાબુ સહિતનાએ નશાની હાલતમાં કારણ વગર ગાળો દઇ મારકુટ કરતાં પોતે સમજાવવા જતાં ડખ્ખો થયો હતો. જો કે પોલીસ ફરિયાદ નોંધે એ પહેલા ંબંને હોસ્પિટલમાંથી નાશી ગયા હતાં.

(1:05 pm IST)