Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

સ્ટેટ જીએસટીની કલમ સામે હાઇકોર્ટમાં રીટ વેપારીઓને ઇનપુટ ટેકસ ક્રેડીટ શા માટે બંધ કરાઇ

કરોડો રૂ.ની વેપારીઓ-ડીલરોને નુકશાનીઃ હાઇકોર્ટે રાજય સરકારને નોટીસ ફટકારીઃ ૧૯ એપ્રિલે સુનાવણી

રાજકોટ, તા., ૨૩: જીએસટી સંદર્ભે વેપારીઓને અનેક પ્રકારની અસુવિધાઓ-પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

 

એમાં વેપારીઓને તેમની ઇનપુટ ટેકસ ક્રેડીટ જે વેટ કાનુનમાં મળતી હતી તે જીએસટીના નવા કાયદામાં કેરી ફોરવર્ડ થતી નથી. પરીણામે આ કાયદાને અબંધારણીય ઠરાવવાની માંગણી સાથે હાઇકોર્ટમાં એક રીટ દાખલ થઇ છે.

હાઇકોર્ટના જજશ્રી અકીલ કુરેશી તથા જજશ્રી બી.એન.કારીયાની બેચ દ્વારા રાજય સરકારને નોટીસ ફટકારાઇ છે. હવે આગળની સુનાવણી ૧૯ એપ્રિલે થશે.

ખાનગી કંપની તરફથી થયેલ રીટમાં સ્ટેટ જીએસટીની કલમ ૧૪૦  (૧) ના નિયમને અબંધારણીય ઠેરવવા માંગણી કરાઇ છે.

વકીલ શ્રી વિશાલ દવેએ હાઇકોર્ટને જણાવેલ કે ઇન્પુટ ટેકસ ક્રેડીટ બંધ કરી દેવાતા વેપારીઓ-ડીલરોને કરોડો રૂપીયાની ક્રેડીટ કેરી ફોરવર્ડ નથી મળતી. જીએસટીના કેનવન ફોર્મમાં આનો કોઇ ઉલ્લેખ જ નથી તેમ ઉમેર્યુ હતું.

(12:00 pm IST)