Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

તમે બહુ ચગી ગ્યા છો...કહી થાનગઢમાં મહેશ કોળી અને તેના ભાઇ ઉમેશ પર હુમલો

બંને ધો-૧૦ની પરિક્ષા આપી બહાર નીકળ્યા ત્યારે બૂલેટ-બાઇક પર આવેલા શખ્સો હુમલો કરી ભાગી ગયા

રાજકોટ તા. ૨૩: થાનગઢ કોળીવાસ જગદંબા ધાર પર રહેતાં અને ધોરણ-૧૦માં અભ્યાસ કરતાં બે પિત્રાઇ કોળી ભાઇઓ પર અજાણ્યા શખ્સો પ્લાસ્ટીકના પાઇપથી હુમલો કરી માર મારી ભાગી જતાં બંનેને રાજકોટ સારવાર અપાવાઇ હતી. આ બંને રિપીટર તરીકે પરિક્ષા આપી રહ્યા છે. પરિક્ષા દઇ બંને બાઇક પર ઘરે જતાં હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ 'તમે કોળી બહુ ચગી ગ્યા છો...' કહી હુમલો કર્યો હતો.

 

જાણવા મળ્યા મુજબ થાનમાં રહેતો મહેશ મંગાભાઇ સાપરા (ઉ.૧૮) ધોરણ-૧૦ની ત્રીજી વખત અને તેના કાકાનો દિકરો વિશાલ જીવણભાઇ સાપરા (ઉ.૧૭) બીજી વખત પરિક્ષા આપી રહ્યો છે. ગઇકાલે બપોરે દોઢ પછી બંને પરિક્ષા આપી બાઇક પર ઘરે જઇ રહ્યા હતાં ત્યારે સનરાઇઝ સ્કૂલ સામે પહોંચતા બૂલેટ, પલ્સર સહિતના વાહનો પર આવેલા અજાણ્યા શખ્સોએ 'હોન્ડામાં માંધાતાનું સ્ટીકર કેમ લગાવ્યું છે? તમે બહુ ચગી ગ્યા છો...' કહી ગાળો દઇ માર માર્યાનું બંનેના કાકા જેમાભાઇ ચતુરભાઇએ જણાવ્યું હતું. મહેશ અને વિશાલને રાજકોટ સિવિલમાં સારવાર અપાવાઇ હતી. થાન પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

વઢવાણમાં શંકરભાઇ  પરમાર પર હુમલો

વઢવાણમાં ગણપતિ ફાયબર પાસે રહેતાં શંકરભાઇ ઉર્ફ ઘનશ્યામભાઇ પરમાર (ઉ.૪૫) પર ઘર નજીક ભરત, જયદિપ જગા કુંડીયા, નિખીલ ઉર્ફ મીઠો સહિતનાએ ઝઘડો કરી છરીથી હુમલો કરી ઇજા કરતાં ગાંધી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકીના જગુભા અને ધીરેનભાઇએ સુરેન્દ્રનગર પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(11:59 am IST)