Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

દુષ્‍કર્મ પોકસો એકટના ગુનામાં સંડોવાયેલ એડવોકેટ પંડિતની જીલ્લા પ્રવેશની માંગણી ના મંજુર

રાજકોટ તા.૨૩ : એડવોકેટ સંજય પંડિતની રાજકોટ જિલ્લામાં પ્રવેશ કરવાની  માંગણી કોર્ટે નકારી કાઠી હતી.

આ કામની હકીકત એવી છે કે સંજયભાઇ હેમંતભાઇ પંડિત વિરૂધ્‍ધ એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે આઇ .પી .સી . કલમ ૩૭૬ (૨) એન, પોકસો એકટની કલમ ૮ વગેરે ફરીયાદ થયેલ હતી જેમાં અગાઉ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જામીન મુકત થવા અરજી દાખલ કરતા હાઇકોર્ટ દ્વારા કડક શરતોને આધીન જામીન મુકત કરેલ હતા જેમાં હાઇકોર્ટ દ્વારા શરત નં. જી માઅરજદાર આરોપીએ ટ્રાયલ પૂર્ણં ન થાય ત્‍યાં સુધી રાજકોટ જિલ્લામાં પ્રવેશ કરવો નહીં તેવી શરત રાખેલ જે શરત  રદ કરી અને રાજકોટ જિલ્લા અને શહેરમાં પ્રવેશ કરવા દેવા સંજય હેમંતભાઇ પંડિત દ્વારા રાજકોટ સેશન્‍સ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરેલ અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ શરતો પૈકી શરત ‘જી' રદ કરવા અરજી દાખલ કરેલ હતી.

સરકાર પક્ષે સરકારી વકીલશ્રી એ.એસ. ગોગિયા દ્વારા એવી રજુઆત આવેલ કે અરજદાર સંજયભાઇ હેમંતભાઇ પંડિત દ્વારા ફરીયાદી સાથે ગંભીર પ્રકારનો ગુન્‍હો આચરેલ હોય તેમજ અરજદાર આરોપી વકીલ હોયકાયદાનું જ્ઞાન ધરાવતા હોય કાયદાના જાણકાર હોય તેમજ ગુજરાત હાઇકોર્ટ પણ ગુન્‍હાહીત ઇતિહાસ ધ્‍યાને રાખી કડક શરતો રાખી જામીન મંજૂર કરેલ હોય તેમજ ફરીયાદી તેમજ અરજદાર આરોપી સંજય હેમંતભાઇ પંડિત એક જ વિસ્‍તારમાં રહેતા હોય જેથી અરજદાર આરોપી ફરીયાદી તેમજ ભોગ બનનારને તેની વગ વાપરી યેનકેન પ્રકારે ફરીયાદ પક્ષ તથા સાહેદોને તાડી ફોડી કેસને નુકશાન પહોંચાડે તેવી પુરી શકયતા રહેલ છે આથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ શરતો રદ ન કરવા ભારપૂર્વક દલીલો કરેલ.

બંને પક્ષોની દલીલો તેમજ પોલીસ અમલદારનો રીપોર્ટ તેમજ પોલીસ પેપર્સ ધ્‍યાને લીધા બાદ નવમાં એડીશનલ સેસન્‍સ જજ શ્રી બી.બી. જાદવ દ્વારા એવા તારણો પર આવેલ કે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા.૧૩-૧૦-૨૩ ના ક્રીમીનલ મેસેનીલીયસ અરજી ૧૩૯૧૬/૨૩ના કામે ફરમાવેલ શરત કે અરજદાર આરોપી ટ્રાયલ ઓવર ન થાય ત્‍યાં સુધી રાજકોટ જિલ્લામાં પ્રવેશવુ નહીં તે શરતમાં ફેરફાર કરી શકાય નહીં કારણ કે, અરજદાર આરોપી વ્‍યવસાયિક રીતે વકીલ હોય અને કાયદાથી જાણકાર હોય જો તેને રાજકોટ જિલ્લા અને શહેરમાં પ્રવેશ કરવાની છુટ આપવામાં આવે તો તે ફરીયાદી, ભોગ બનનાર કે શાક્ષીઓને હેમ્‍પર ટેમ્‍પર કે ફોડવા કે ધમકાવાની કોશીશ કરી શકે જેથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ શરત રદ કરવા કે મોડીફાઇ કરવાનો કોઇ હુકમ કરી શકાય નહીં આથી અરજી રદ કરવામાં આવે છે. આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ અનિલ એસ. ગોગિયાએ દલીલો કરેલ હતી.

(5:05 pm IST)