Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

દોઢ કરોડની છેતરપીંડીના કેસમાં આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી ફગાવતી કોર્ટ

એક્ષપોર્ટ-ઇમ્‍પોર્ટ-રીયલ એસ્‍ટેટમાં રોકાણની લાલચ આપી કમાઇ કરી હતી

પરાગ શાહ સરકારી વકીલ : કે.પી. રામાનુજ ફરીયાદીના વકીલ

રાજકોટ,તા. ૨૩: પાડોશી દંપતી સહિતના પરિવારજનોએ એક્‍સપોર્ટ ઈમ્‍પોર્ટ અને રીયલ એસ્‍ટેટમાં રોકાણ કરવા લલચાવી રૂ. ૧.૫૪ કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ગુન્‍હામાં સેશન્‍સ કોર્ટ દ્વારા મુખ્‍ય આરોપી મુનેશ મગનલાલ હીરપરાની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરવામાં આવી છે.

આ અંગેની હકીકત એવી છે કે, સાધુ વાસવાણી રોડ વિસ્‍તારના એપાર્ટમેન્‍ટમાં રહેતા બ્રિજેશ અમળતલાલ અંદોદરીયા તથા તેમના પરિવારજનોને  બિલ્‍ડિંગમાં રહેતા પાડોશીઓ મુનેશ મગનલાલ હી૨પ૨ા, મંજુલાબેન મગનલાલ હી૨૫રા તથા જાનકી મયુરભાઈ હીરપરાએ  ઈમ્‍પોર્ટ-એક્ષપોર્ટમાં અને જમીન-મકાનમાં રોકાણ કરવા  જુદા જુદા સમયે કુલ ૧.૦૯ કરોડ  જેવી રકમ હાથઉછીના લીધા હતા. અને તે અંગે આ ત્રણેયે આરોપીઓ કેમુનેશ મગનલાલ હીરપરા, મંજુલાબેન મગનલાલ હીરપરા તથા જાનકી મયુરભાઈ હીરપરાએ પ્રોમીસરી નોટ નોટરી રૂબરૂ કરી આપી હતી. બાદમાં આ રકમ પેટેના આપેલા  ચેકો બ્રિજેશભાઈએ બેંકમાં જમા કરાવતા આ ચેકો સ્‍ટોપ પેમેન્‍ટ, સિગ્નેચર ડીફર વિગેરેના કારણસર બાઉન્‍સ થયેલ તેથી બ્રિજેશ અમળતલાલ આંદોદરીયા તથા તેમના પરિવારજનોએ આ મુનેશ મગનલાલ હીરપરા, મંજુલાબેન મગનલાલ હીરપરા તથા જાનકી મયુરભાઈ હીરપરા વિગેરે વિરૂધ્‍ધ નેગોશીએબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળ નોટીસ આપી કોર્ટમાં ફરીયાદ કરી હતી. તેમજ યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં આઈ.પી.સી. કલમ-૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ત્રણેય વિરૂધ્‍ધ ફરિયાદ પણ કરી હતી. સદરહુ ગુન્‍હાના કામે મુખ્‍ય આરોપીની આગોતરા તથા રેગ્‍યુલર જામીન અરજીઓ ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટ તથા હાઈકોર્ટે નામંજુર થયા બાદ આરોપી પકડાઈ જતા ધોરણ સામે કાર્યવાહી બાદ જેલહવાલે થયેલ. ત્‍યારબાદ સદરહુ ગુન્‍હાના કામે ચાર્જશીટ ફાઈલ થતા મુખ્‍ય આરોપી મુનેશ મગનલાલ હીરપરાએ  સેશન્‍સ કોર્ટમાં ફરીવાર રેગ્‍યુલર જામીન અરજી કરી હતી. આ કામે સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ હાજર થયેલ અને તેઓએ પોલીસ પેપર્સ તેમજ અભિપ્રાય તથા મુળ ફરિયાદીના વકીલે  પણ વિગતવારના વાંધા રજુ કર્યા હતા. આ કામે સરકારી વકીલે દલીલ કરેલ કે આરોપી વિરૂધ્‍ધ પ્રાઈમાફેસી કેસ છે. વિશેષમાં ચાર્જશીટ બાદ કોઈપણ જાતના સંજોગો બદલાયેલ નથી પરંતુ ચાર્જશીટ થવાથી આરોપી સામે વિશેષ પુરાવો રેકર્ડ પ૨ આવેલ છે અને તપાસના અંતે છેતરપિંડીની રકમ વધીને ૧.૫૪ કરોડ થઇ છે. જે ધ્‍યાને લઇને સેશન્‍સ કોર્ટે મુખ્‍ય આરોપી મુનેશ મગનલાલ હીરપરાની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરવા હુકમ ફરમાવ્‍યો હતો. આ કામે સરકાર તરફે એ.પી.પી. પરાગ એન. શાહ તથા મુળ ફરીયાદી તરફથી મદદમાં પ્રતીક રાજયગુરૂ, કુલદીપ રામાનુજ, કરણસિંહ ડાભી, પરેશ પાદરીયા, ધ્રુતીજીતસિંહ ઝાલા, જયકિશન રાઠોડ, દિપ ભીંડોરા તથા ભાવિન ભટ્ટ તથા આસિસ્‍ટન્‍ટ પરમ ભટ્ટ રોકાયા હતા.

(5:00 pm IST)