Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

નવા કોર્ટ બિલ્‍ડીંગમાં વકીલો માટે વધુ ટેબલ સ્‍પેસની જગ્‍યા ફાળવવા ડીસ્‍ટ્રીકટ જજને બાર.એસો.નો પત્ર

આ મામલે કુલ ૧૧૮૬ ફોર્મ આવ્‍યા હતાં: હજુ ૮૨૪ વકીલોને જગ્‍યા મળેલ નથીઃ બકુલ રાજાણી

રાજકોટ તા.૨૩: કોર્ટ બીલ્‍ડીંગમાં પહેલા માળે તેમજ ત્‍યાર બાદ બાકી રહેતા વકીલોના ટેબલ સ્‍પેસ માટે જગ્‍યા કાળવવા અંગે બાર.એસો. દ્વારા ફરી ડીસ્‍ટ્રીકટ જજ ને રજુઆત કરાઇ છે.

રાજકોટ બાર.એશોસીએશન દ્વારા ભુતકાળમાં વકીલશ્રીઓ માટે ૨૫૦૦ ટેબલ સ્‍પેસની લેખીત માંગણી સમયાતરે અવાર નવાર કરવામાં આવેલ હતી. જે રેકર્ડ પરની હકીકતો છે. ત્‍યારબાદ નવી કોર્ટમાં તથા નવી કોર્ટ બીલ્‍ડીંગમા થતા નવા કોર્ટ બીલ્‍ડીંગમાં સીફટીંગ થયેલ હતું. બાર અને બેંચ વચ્‍ચે જુની કોર્ટમાં તથા નવ કોર્ટમાં બીલ્‍ડીગમાં ટેબલ મુદે અનેકવાર મીટીંગો થયેલ જેમાં રાજકોટ બાર એશોસીએશનના સભ્‍યોને ૨૫૦૦ ટેબલ સ્‍પેસ ફાળવવા માટે નકકી થયેલ છે તે મુજબ રાજકોટ બાર એશોસીએશન દ્વારા રાજકોટ બાર એશોસીએશનના સભ્‍યો પાસેથી ટેબલ રાખવા ઇચ્‍છુક પાસેથી માહીતી મુજબનું ફોર્મ ભરવા જણાવેલ હતું. આ બે દિવસમાં રાજકોટ બાર એશોસીએશનના કુલ ૧૧૮૬ સભ્‍યો દ્વારા ફોર્મ ભરી અને રાજકોટ બાર એશોસીએશન પાસે ૧૧૮૬ ટેબલ સ્‍પેસની માંગણી કરેલ હતી.

ગ્રાઉન્‍ડ ફલોરમાં કુલ ૩૬૨ સભ્‍યોને ટેબલ સ્‍પેસની રાજકોટ બાર એશોસીએશન દ્વારા ફાળવણી કરવામાં આવેલ છે. હાલ અમારી પાસે આશરે ૮૨૪ વકીલશ્રીઓને ટેબલ સ્‍પેસ ફાળવવાનું બાકી રહે છે. અગાઉ બાર અને બેંચ વચ્‍ચે થયેલ ચર્ચા મુજબ પહેલા માળ ઉપર ટેબલ સ્‍પેસ ફાળવવા જણાવવામાં આવેલ બાદ વધતી સંખ્‍યા ના ટેબલો જગ્‍યાએ રાખવા સંબધે વાતચીત થયેલ હોય હાલ ગ્રાઉન્‍ડ ફલોર પેક થઇ ગયેલ હોય રાજકોટ બાર એશો.ના સભ્‍યો દ્વારા બાર એશો. પાસે દરરોજ પહેલા માળ ઉપર ટેબલો રાખવા માટે રજુઆતો થતી હોય અને ટેબલો પણ રાખી દેતા હોય જેથી બાર એશો.દ્વારા તેવા ટેબલો વારંવાર ખસેડવા પડતા હોય અને બાર એશો. વકીલો વચ્‍ચે તકરાર ઉત્‍પન્ન થતી હોય જેથી સત્‍વરે વહેલામાં વહેલી તકે અમોને પ્રથમ માળ ઉપર વકીલો માટે ટેબલ સ્‍પેસ ની જગ્‍યા ફાળવણી કરી વધતી સંખ્‍યાની પણ યોગ્‍ય જગ્‍યાએ ફાળવણી કરી આપવા અને ટેબલ અન્‍વયે ચાલતા પ્રશ્નનું સુખદ નીવારણ લાવવા અને બાર તથા બેંચ વચ્‍ચે સુમેળભર્યું વાતાવરણ જળવાઇ રહે તેથી ઉપરોકત પ્રશ્નને સત્‍વરે યોગ્‍ય કરવા  પ્રમુખ બકુલભાઇ રાજાણીએ ડીસ્‍ટ્રીકટ જજને પત્ર પાઠવી જણાવ્‍યું છે.

(4:28 pm IST)