Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના રોડ શોની જવાબદારી મનપાની : રોડ શોના રૂટનું નિરિક્ષણ કરતા આનંદ પટેલ

જુના એરપોર્ટથી રેસકોર્સ દરવાજા સુધી ૨૧ સ્‍ટેજ બનાવાશે : પૂર્વ, પヘમિ, મધ્‍ય ઝોન સ્‍ટાફ સાથે ઝોનલ અને ઓવર ઓલ રિવ્‍યૂ મિટિંગ યોજાઇᅠ

રાજકોટ તા. ૨૩ : શહેરની એઈમ્‍સ હોસ્‍પિટલ, ઝનાના હોસ્‍પિટલ સહિતના રાજકોટ મહાનગરપાલિકાના તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના વિવિધ વિકાસ પ્રકલ્‍પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તા.૨૫ રવિવારના રોજ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનાᅠ હસ્‍તે કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને ઉષ્‍માભેર આવકારવા અને સ્‍વાગત માટે જુના એરપોર્ટથી સભા સ્‍થળ રેસકોર્ષ સુધી રોડ-શો યોજાશે.જેની જવાબદારી કોર્પોરેશન તંત્રને સોંપવામાં આવી છે. જેને સફર બનાવવા મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલની અધ્‍યકતામાં મીટીંગᅠ નો ધમધમાટ ચાલી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી રેસકોર્ષ ખાતે જાહેર સભાને સંબોધન કરશે. ᅠદરેક સ્‍ટેજ માટે એક મ્‍યુનિ.અધિકારીની નોડેલ ઓફિસર તરીકે નિયુક્‍તિ કરવામાં છે. કોર્પો-રૂડાના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહ માટે ડે.કમિ.અને આસિ.કમિ.સહિતના ઉચ્‍ચ અધિકારીઓને ડ્‍યુટી સોંપવા હુકમ કર્યો છે.

પૂર્વ, પヘમિ, મધ્‍ય ઝોન સ્‍ટાફ સાથે ઝોનલ અને ઓવર ઓલ રિવ્‍યૂ મિટિંગ યોજાઇ હતી. આજે સાંજે ફરી ઓલ સ્‍ટાફ મિટિંગ યોજાશે.

રોડ શોના રૂટ ઉપર વૃક્ષોનું ટ્રીમિંગ, રોડ પેઇન્‍ટિંગ, સફાઈ, સ્‍પીડ બ્રેકર દૂર કરવા, દવા છંટકાવ, રખડું ઢોર કૂતરા દૂર કરવા, લાઇટ્‍સનું રીપેરીંગ જેવી કામગીરી શરૂ કરવામાં આવી છે. શનિ, રવિ તમામ સ્‍ટાફની રજાઓ રદ, હેડ ક્‍વાર્ટર નહીં છોડવા સુચના અપાય છે.

(4:58 pm IST)