Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

નરેન્‍દ્રભાઇના હસ્‍તે પ્રધાનમંત્રી ઉચ્‍ચતર શિક્ષા અભિયાન યોજનાના ડીઝીટલ લોન્‍ચિંગને આવકારતા રામભાઇ મોકરીયા-મોહનભાઇ કુંડારીયા

રાજકોટ તા. ર૩ :.. રાષ્‍ટ્રીય ઉચ્‍ચતર શિક્ષા અભિયાન (RUSA)એ  રાજયો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોની સંસ્‍થાઓને ભંડોળ પુરૂં પાડવા માટે કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રાયોજીત યોજના હતી. તેનો પ્રથમ તબકકો ર૦૧૩ અને બીજો તબકકો ર૦૧૮ માં શરૂ કરવામાં આવ્‍યો હતો. હવે રાષ્‍ટ્રીય શિક્ષણનીતિના અનુસંધાને ઋષા યોજનાને પ્રધાનમંત્રી ઉચ્‍ચતર શિક્ષા અભિયાન એટલે કે  PM-USHA નવા નામ અને નવા પ્રાવધાન સાથે શરૂ કરવામાં આવેલ છે.

આ યોજનાનું વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા જમ્‍મુથી લોન્‍ચિંગ કરવામાં આવેલ છે આ યોજના રાજય અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોની સરકારી અને સરકારી સહાય મેળવતી યુનિવર્સિટીઓને આવરી લે છે. દેશમાં કુલ ૪રર રાજય યુનિવર્સિટીઓ છે. એમાંથી ર૬ યુનિવર્સિટીને MERU  એટલે  કે મલ્‍ટી ડીસીપ્‍લિનરી એજયુકેશન એન્‍ડ રિસર્ચ યુનિવર્સિટી હેઠળ સો-સો કરોડ રૂપિયાનું અનુદાન મળેલ છે. જેમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો પણ સમાવેશ થવો એ આપણા માટે ગૌરવની વાત છે.

પીએમ ઉષા યોજના ઇકિવટી એકસેસ એન્‍ડ ઇન્‍કલુઝન  ગુણવતા યુકત શિક્ષણ અને શિક્ષણ પ્રક્રિયાઓનો વિકાસ આઇસીટી આધારિત ડીઝીટલ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરનો વિકાસ મલ્‍ટી ડીસીપ્‍લીનરી શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની રોજગાર ક્ષમતામાં વધારોમાં વિશેષ ધ્‍યાન આપશે.

પીએમ ઉષા યોજનાનો અમલ કેન્‍દ્રીય અને રાજય સ્‍તરે કરવામાં આવશે. કેન્‍દ્રીય સ્‍તરમાં ચાર-ચાર સંસ્‍થાઓનો સમાવેશ થાય છે.

કેન્‍દ્ર સરકાર દ્વારા ઓગસ્‍ટ-ર૦ર૩ માં MERU  એટલે કે મલ્‍ટી ડિસિપ્‍લિનરી એજયુકેશન એન્‍ડ રિસર્ચ યુનિવર્સિટી તેમજ STRENGTHENING THE UNIVERSITY એમ  બે યોજના હેઠળ વિવિધ યુનિવર્સિટી પાસેથી દરખાસ્‍ત આમંત્રીત કરવામાં આવેલ હતી. જેના અંતર્ગત સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીએ આ બંને યોજના માટે અલગ અલગ દરખાસ્‍ત કેન્‍દ્ર સરકારમાં જમા કરાવેલ હતી. પ્રોજેકટ એપ્રુવલ બોર્ડની સ્‍કુટીની પછી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી મેરુ યોજના અંતર્ગત સો કરોડ રૂપિયાની માતબર ગ્રાન્‍ટ મંજૂર થયેલ છે. જે સૌરાષ્‍ટ્ર યુનિવસીટીના ઇતિહાસમાં અત્‍યાર સુધીમાં મંજૂર થયેલ સૌથી  મોટી ગ્રાન્‍ટ છે. આ ડીજીટલી લોન્‍ચીંગમાં સંસદસભ્‍ય રામભાઇ મોકરીયા, મોહનભાઇ કુંડારીયા, રાષ્‍ટ્રીય સેવંસેવક સંઘના સૌરાષ્‍ટ્ર પ્રાંતના સંઘ ચાલકજી મુકેશભાઇ મલકાણ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવે સહિતના ઉપસ્‍થિત રહેલ આ યોજનાને સંસદસભ્‍ય રામભાઇ મોકરીયા તથા મોહનભાઇ કુંડારીયા એ આવકારેલ છે.

(4:22 pm IST)