Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

સાધુવાસવાણી રોડ વાડીવાળા કવાર્ટરમાંથી રૂા. ૩૮ હજારના દારૂ સાથે ઇમરાન ઉર્ફે ભુરો પકડાયો

ડીસીપી ઝોન-૨ની એલ.સી.બી.ના હેડ કોન્‍સ. હરપાલસિંહ જાડેજા અને કોન્‍સ. જેન્‍તીગીરી ગોસ્‍વામીની બાતમીઃ પોપટપરામાં અફઝલ લંધાની શોધ

રાજકોટ,તા.૨૩: સાધુવાસવાણી રોડ પર વાડીવાળા કવાર્ટરમાં વિદેશી દારૂનો જથ્‍થો હોવાની ડીસીપી ઝોન-૧ની એલ.સી.બીનો બાતમી મળતા દરોડો પાડી રૂા. ૩૮,૮૦૦ની કિંમતના વિદેશી દારૂના જથ્‍થા સાથે એક શખ્‍સને પકડી લીધો હતો. મળતી વિગત મુજબ સાધુ વાસવાણી રોડ પર આવેલા વાડીવાળા કવાર્ટરમાં વિદેશી દારૂનો જથ્‍થો પડયો હોવાની ડીસીપી ઝોન-૨ની એલ.સી.બી.ના હેડ કોન્‍સ. હરપાલસિંહ જાડેજા અને કોન્‍સ. જેન્‍તીગીરી ગોસ્‍વામીને બાતમી મળતા વાડીવાળા કવાર્ટર નં. ૨૭માં દરોડો પાડી રૂા. ૩૮,૮૦૦ની કિંમતની વિદેશી દારૂની ૯૪ બોટલ મળી આવતા કવાર્ટર માલીક ઇમરાન ઉર્ફે ભુરો અકબરભાઇ જેસડીયા (ઉ.વ.૪૧) ને પકડી લીધો હતો. પોલીસની પુછપરછ દરમ્‍યાન પોપટપરા રઘુનંદન સોસાયટીમાં રહેતો અફઝલ રફીકભાઇ લંધાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. ઇમરાન અગાઉ મારામારી, રાયોટ તથા વિદેશી દારૂના ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્‍યુ છે. આ કામગીરી  આર.એચ.ઝાલા, હેડ કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ ઝાલા, મૌલિકભાઇ સાવલીયા, હરપાલસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, કોન્‍સ. જેન્‍તીગીરી ગોસ્‍વામી, અમિનભાઇ ભલુર, મનિષભાઇ સોઢીયા, જયપાલસિંહ સરવૈયા તથા ધર્મરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

(4:22 pm IST)