Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

પ્રધાનમંત્રી સંગ્રહાલયની એક વર્ષમાં ત્રણ લાખથી વધુ દેશ-વિદેશના લોકોએ લીધી મુલાકાત

અનુભૂતિ સેકશનમાં સેલ્‍ફી એન્‍ડ વોકવિથ પ્રાઇમ મિનિસ્‍ટર, લેટ ફ્રોમ પ્રાઇમ મિનિસ્‍ટર વિ.નું જબરૂ આકર્ષણ : કમલેશ જોશીપુરા

રાજકોટ, તા. ર૩ : ગેલેરીઓ સહિતના પ્રકલ્‍પોને દેશ વિદેશ માંથી જબ્‍બર પ્રતિસાદ મળ્‍યો છે, વાર્ષિક સાધારણ સભામાં રજૂ થયેલ અહેવાલ મુજબ એક વર્ષના ટૂંકા ગાળામાં ત્રણ લાખ કરતા વધારે લોકો એ પ્રધાનમંત્રી સંગ્રહાલય મુલાકાત લીધી છે.

ઐતિહાસિક દ્રષ્ટિથી દુર્લભ તસવીરો, દુર્લભ દસ્‍તાવેજો ઐતિહાસિક પત્રો સહિતની જાળવણી અર્થે સંગ્રહાલય દ્વારા સોસાયટીના પ્રમુખ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીજીને પ્રેરણાથી પ્રત્‍યેક અગત્‍યના દસ્‍તાવેજોનું ડિજિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે અને એક વર્ષની અંદર અઢી લાખ જેટલી તસવીરોને ડિજિટાઇઝ કરવાની સાથે અત્‍યાર સુધીના પ્રત્‍યેક પ્રકાશનોને પણ ડિજિટાઇઝ કરવામાં આવેલ છે દેશના રાજનૈતિક ક્ષેત્ર તેમજ સાર્વજનિક ક્ષેત્રના અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના અત્‍યંત મહત્‍વપૂર્ણ પત્રો અને લખાયેલી રોજનીશીઓ સાથો સાથ સંસ્‍થાગત દસ્‍તાવેજો ના ૨૫ લાખ જેટલા પળષ્ઠોની  માઇક્રો ફિલ્‍મ  બનાવવામાં આવી છે, જેનો લાભ દેશ-વિદેશના અનેક સંશોધકો લઈ રહ્યા છે ખાસ નોંધનીય બાબતે એટલે આ માઇક્રો ફિલ્‍મની ગુણવત્તા પણ ખૂબ જ ઉચ્‍ચ કક્ષાની હોવાને કારણે સંશોધકો અને સંદર્ભ લેવા માટે તેમજ ઐતિહાસિક દ્રષ્ટિથી દસ્‍તાવેજી કરણ માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે. તેમ યાદીમાં જણાવાયું છે.

પ્રધાનમંત્રી સંગ્રહાલય અંતર્ગત વિભાગમાં મહાત્‍મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સંસ્‍થાપક હેડગેવારજી, રાજાજી જયપ્રકાશ નારાયણ, વીર સાવરકરજી તેમજ ચૌધરી ચરણસિંહજી, ચંદ્રશેખરજી સહિતના મહાનુભાવોના પત્રો, કથનો તેમજ અન્‍ય પેપર્સ ઉપરાંત ચેમ્‍બર ઓફ કોમર્સ, મજૂર યુનિયન, મહિલા પરિષદના સંસ્‍થાગત રેકોર્ડ ઉપરાંત સ્‍વાતંત્ર સેનાનીઓ, શિક્ષણવિદો, વૈજ્ઞાનિકો, ન્‍યાયવિદો ઉદ્યોગપતિઓની દેશ માટે મહત્‍વની એવી બાબતોને આવરી લેતા પત્રો વૈજ્ઞાનિક પદ્ધતિ થી સચવાયેલ છે. પ્રો. કમલેશભાઇ જોષીપુરાએ  છાત્ર સમુદાય વધુને વધુ સંખ્‍યામાં આ સંગ્રહાલયની મુલાકાતે આવે તે અર્થે ખાસ હિમાયત કરી છે.

(4:22 pm IST)