Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

વડાપ્રધાનને વાત્‍સલ્‍યથી વધાવવા ગોવિંદભાઇ-જીતુ મહેતાની અપીલ

રાજકોટ તા. ર૩: સનાતન ધર્મની ધ્‍વજા વિશ્‍વના ફલક સુધી લઇ જનાર મહામાનવ શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને વધાવવા તા. રપ ના રેસકોર્સ મેદાનમાં ઉમટી પડવા પૂર્વ મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ તથા ભાજપ અગ્રણી જીતુભાઇ મહેતાએ જાહેર અનુરોધ કર્યો છે.

શ્રી પટેલ તથા જીતું મહેતાએ વધુમાં જણાવ્‍યું છે કે ર૧મી સદીએ ભારતની સદી છે તેમ કહેવાતું હતું જે સાચા અર્થમાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદી સાબિત કરી રહ્યા છે. પછી તે યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને સહી સલામત લાવવા હોય કે કતારમાંથી ફાંસીની સજા પામેલા આઠ નવ જવાનોને સહી સલામત મુકત કરાવવાના હોય. દુનિયાના તમામ દેશો સાથે ‘‘વાસુદેવ કુટુંબકમ''નો સંદેશો ગળે ઉતારાવવાનો હોય.

દેશને તમામ ક્ષેત્રે વૈશ્‍વિક લેવલે ઉંચે લઇ જનાર પ્રધાન મંત્રી જયારે રાજકોટ આવી રહ્યા છે ત્‍યારે સૌએ સાથે મળીને તેમના હોંસલાને બુલંદ બનાવવા ગોવિંદભાઇ પટેલ અને જીતુભાઇ મહેતાએ યાદીના અંતમાં જણાવ્‍યું છે.

(4:21 pm IST)