Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

કૈલાશધારા સોસાયટીમાં શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ રમેશભાઇ મચ્‍છરનું મોત

રાજકોટ તા. ર૩ :.. સંત કબીર રોડ પર કૈલાશધારા સોસાયટીમાં રહેતા પ્રૌઢને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ બેભાન થઇ જતા મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ સંત કબીર રોડ પર કૈલાશધારા સોસાયટીમાં રહેતા રમેશભાઇ ભગવાનભાઇ મચ્‍છર (ઉ.પ૪) સવારે પોતે ઘરે હતા ત્‍યારે તેને શ્વાસ લેવામાં તકલીફ થતા બેભાન થઇ જતા તેને સારવાર માટે સીવીલ હોસ્‍પીટલમાં ખસેડાયા હતા ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. મૃતક રમેશભાઇ ચારભાઇમાં ત્રીજા હતાં. તેને સંતાનમાં એક પુત્ર છે. આ અંગે બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:07 pm IST)