Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

વધુ વેપારીઓ પાસેથી ૩.૭૫ કીલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્‍તઃ દંડ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ ૩૦ આસામીઓ પાસેથી ૩.૭૫ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથીરૂ.૮૧૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાંઆસી. ૫ર્યાવરણ ઇજનેર/સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/ સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્રારા કરવામાં આવેલ.

(4:04 pm IST)