Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

ઓલ ઇન્‍ડિયા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ મેડીકલ સાયન્‍સ -રાજકોટ એઇમ્‍સ સંપૂર્ણ સજ્જ...

રાજકોટ : આગામી તા. રપ ના રવીવારે  બપોરે ૩-૪પ કલાકે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી-રાજકોટ એઇમ્‍સ રાષ્‍ટ્રને સમર્પણ કરશે. ઓલ ઇન્‍ડીયા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ મેડીકલ સાયન્‍સ-રાજકોટ એઇમ્‍સ તમામ વિભાગોમાંથી અન્‍ય સુવિધાઓથી સંપૂર્ણ સજ્જ બની ગઇ છે, તસ્‍વીરોમાં એઇમ્‍સમાં પ્રવેશવાનો વિશાળ એન્‍ટ્રી ગેઇટ, વિશાળ પાર્કિંગ વ્‍યવસ્‍થા-ખુલ્લા રસ્‍તાઓ નજરે પડે છે. ત્રીજી તસ્‍વીરમાં તમામ વિભાગોથી સજ્જ એઇમ્‍સનું આઇપીડી-ઓપીડીનું મુખ્‍ય બિલ્‍ડીંગ, બાજુની તસ્‍વીરમાં અદ્યતન ઓપરેશન થીયેટર, MRI અને ટ્રોમા સેન્‍ટર આઇપીડીનો વોર્ડ, ઓપરેશન થીયેટર-અદ્યતન લેબોરેટરી તથા નર્સિગ સ્‍ટેશન નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:47 pm IST)