Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ખાદ્યતેલમાં સટ્ટાકીય તેજી બેકાબુ : સીંગતેલ અને કપાસીયા તેલમાં ડબ્બે વધુ ૧૦નો ઉછાળો

સીંગતેલમાં બે દિ'માં રપ રૂ. વધ્યા : નવા ટીનના ભાવ ર૪૪૦ની ર૪૯૦ રૂ.

રાજકોટ, તા. રર :  ખાદ્યતેલમાં સટ્ટાકીય તેજી બેકાબુ બની હોય તેમ આજે સીંગતેલ અને કપાસીયા તેલમાં ડબ્બે વધુ ૧૦ રૂ.નો ઉછાળો થયો છે. સ્થાનીક બજારમાં કાચા માલની અછતના અહેવાલો આજે પણ સીંગતેલમાં તેજી જારી રહી તી. સીંગતેલ આજે બપોરે ૧૪૯૦ રૂ. થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૪૩૦ થી ર૪૮૦ રૂ. હતા તે વધીને ર૪૪૦ની ર૪૯૦ ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧૦ રૂ.નો ભાવ વધારો થતા કપાસીયા ટીનના ભાવ વધીને ૧૯૦૦ થી ૧૯૧૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

છેલ્લા બે દિવસમાં સીંગતેલ ડબ્બે રપ રૂ.નો ઉછાળો થયો છે. ચૂંટણી પુરી થતા જ સટોડીયાઓ બેકાબુ બન્યા હોય સીંતગેલના ભાવોમાં દિન-પ્રતિદિન નવી સપાટી જોવા મળી રહી છે. ખાદ્યતેલમાં તેજી કયારે અટકશે ? તેવો પ્રશ્ન લોકોમાં પુછાઇ રહ્યો છે.

(4:17 pm IST)