Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

વિજયભાઈના રાજકોટમાં ઈતિહાસ રચાઈ રહ્યો છેઃ ભાજપ તમામ બેઠકો ઉપર જીત મેળવી રહ્યો છે

રાજકોટના વોર્ડ નં.૨માં કોંગ્રેસના નેગેટીવ પ્રચારને મતદારોએ જબરદસ્ત તમાચો ઝીંકયો : ભાજપની પેનલનો વિજય

રાજકોટના વોર્ડ નં.૨ના ભાજપના ઉમેદવારો બાંધકામ સમિતિના ચેરમેન મનીષ રાડીયા, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકર, માજી ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ અને મીનાબા જાડેજાની આખી પેનલ ત્રીજા રાઉન્ડના અંતે ૪૬૦૦ મતથી આગળ છે. હવે એક રાઉન્ડ બાકી છે ત્યારે જીત નિશ્ચિત બની છે. 

વોર્ડ નં.૬માં પ્રથમ રાઉન્ડના અંતે ભાજપના દેવુબેન, મંજુબેન, પરેશ પીપળીયા અને ભાવેશ દેથારીયા આગળ નીકળી ગયા છે.

(4:11 pm IST)
  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST

  • 'આપ'ના રાજભા ઝાલાને માત્ર ૧૧૨૦ મત મળ્યા : બીજા રાઉન્ડના અંતે બપોરે ૨ વાગે 'આપ'ના અગ્રીમ નેતા અને ભાજપના સ્ટેન્ડીંગ ચેરમેન રહી ચૂકેલા, ભાજપ સામે ઉપવાસ આંદોલન કરનાર શ્રી રાજભા ઝાલાને પ્રજાએ સંપૂર્ણ જાકારો આપ્યો છેઃ બીજા રાઉન્ડના અંતે રાજભાને ૧૧૨૦ મત મળ્યા છેઃ જયમીન ઠાકરને ૩૮૪૫, મનીષ રાડીયા ૩૪૩૫૭ access_time 3:57 pm IST

  • સુરતમાં પાટીલના ગઢમાં ‘આપ' પક્ષે ગાબડુ પાડયુ : ૨૫ બેઠકો મેળવી : ભાજપને ફાળે ૭૨ બેઠકોઃ કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફાઃ ૨૪ બેઠકો ઉપર ગણતરી ચાલુ : બપોરે ૪ વાગ્‍યે આ લખાય છે ત્‍યારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૬ બેઠકો જાહેર થઈ છે અથવા તો ટ્રેન્‍ડ જાહેર થયા છે : જેમાંથી અરવિંદ કેજરીવાલનો નવોદીત આપ પક્ષ ૨૫ બેઠકો લઈ જાય છે : ભાજપને હજુ સુધી ૭૨ બેઠકો સાથે સાદી બહુમતી મળી રહી છે, જયારે કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફા છે અને એક પણ બેઠક મળી નથીઃ કોંગ્રેસની તમામ બેઠકો ‘આપ' ખૂંચવી ગયેલ છે આપની બેઠકો હજુ પણ વધે તેવી શકયતા છેઃ કુલ ૨૪ બેઠકની મતગણતરી હવે થઈ રહી છે access_time 4:24 pm IST