Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

શહેરમાં બપોર સુધીમાં ૧૬કેસ ગઇકાલે ૪૭૪ સેમ્પલ પૈકી ૩૯ કેસ : ૮.૨૩ ટકા પોઝિટિવ રેઇટ થયો

કુલ કેસનો આંક ૧૫,૯૦૭: આજ દિન સુધીમાં ૧૫,૬૨૩ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૯૮.૩૧ ટકા

રાજકોટ, તા.૨૩:  વૈશ્વિક મહામારી કોરોનાનાં શહેરમાં બપોર સુધીમાં ૧૬ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૬  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૫,૯૦૭ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૫,૬૨૩ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૮.૩૧ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૪૭૪ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૯ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૮.૨૩ ટકા થયો  હતો. જયારે ૧૩ દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૮૯,૩૦૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૯૦૭ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૭૦  ટકા થયો છે.

(3:22 pm IST)