Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

કોંગ્રેસનો ગઢ ગણાતો વોર્ડ નં.૧૬ ભાજપે આંચકી લીધો

કંચનબેન સિદ્ધપુરા, રૂચિતાબેન જોષી, સુરેશભાઈ વસોયા અને નરેન્‍દ્રભાઈ ડવનો વિજય : ભાજપના કાર્યકરોએ જયશ્રી રામના નારા લગાવ્‍યા

રાજકોટ, તા. ૨૩: રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજયી વાવટો લહેરાયો છે. ભાજપના ઉમેદવારોએ કોંગ્રેસના ધરખમ ઉમેદવારોને હરાવ્‍યા છે.

દરમિયાન કોંગ્રેસનો ગઢ ગણાતો એવો ૧૬ નંબરમાં ભાજપે જબ્‍બર પછડાટ આપી છે. આખે આખી પેનલ ભાજપે જીતી લીધી છે. ભાજપના ઉમેદવારો નરેન્‍દ્રભાઈ ડવ, સુરેશભાઈ વસોયા, રૂચિતાબેન જોષી અને કંચનબેન સિદ્ધપુરાએ કોંગ્રેસના ઉમેદવારો રસીલાબેન ગેરીયા, વલ્લભભાઈ પરસાણા, બાબુભાઈ ઠેબા અને ગાયત્રીબેન ભટ્ટને હરાવ્‍યા છે.

ઉલ્લેખનીય છે કે આ વોર્ડ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ગત ટર્મમાં કોંગ્રેસનો વિજય થયો હતો. જંગલેશ્વર વિસ્‍તાર તો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે તવા વિસ્‍તારમાં ભાજપે જીત હાંસલ કરી છે. ભાજપના કાર્યકરોએ જીત બાદ જયશ્રી રામ, જય શ્રી રામના નારા લગાવ્‍યા હતા. લોકોને મોં મીઠા કરાવ્‍યા હતા.

(2:50 pm IST)
  • રાજકોટ વોર્ડ નં.૧૬ ભાજપના રૂચીતાબેન જોશી માત્ર ૧૧ મતથી જીત્યાઃ ફરી ગણતરીની માંગની શકયતા :વોર્ડ નં.૧૬ના ભાજપના ઉમેદવાર રૂચીતાબેન જોશીને ૮૬૦૦ અને કોંગ્રેસના રસિલાબેન ગેરૈયાને ૮૫૮૯ મત મળેલ માત્ર ૧૧ મતનો ફર્ક પડતા કોંગ્રેસ ફરીથી મતગણતરી કરાવે તેવી શકયતા access_time 3:59 pm IST

  • અમિતભાઈ શાહ અત્‍યારે ૩:૩૦ વાગ્‍યાની આસપાસ અમદાવાદ આવી પહોંચ્‍યા છે : સાંજે ૭ વાગ્‍યે ખાનપુર કાર્યાલય ખાતે ભાજપના વિજયોત્‍સવમાં તેઓ જોડાશે તેમ મનાય છે : આ વિજયોત્‍સવમાં વિજયભાઇ રૂપાણી તથા સી.આર.પાટીલ પણ ભાગ લેશે access_time 4:13 pm IST

  • ૨૨ વર્ષની પાયલ પાટીદાર ‘આપ’ પાર્ટીની ટીકીટ ઉપરથી વિજેતા બનીઃ સૌથી નાની વયે વિજય મેળવ્યો : સુરતમાં કેજરીવાલના ‘આપ’ પક્ષના ઉમેદવાર પાયલ પાટીદાર માત્ર ૨૨ વર્ષની ઉંમરે વિજેતા બન્યા છે. ગુજરાતમાં કદાચ તેઓ સૌથી નાની વયના વિજેતા ઉમેદવાર જાહેર થાય તેવી સંભાવના access_time 4:46 pm IST