Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

સીંગતેલ બાદ મગફળીમાં પણ સ્ટોડીયાઓ સક્રિયઃ એક મણે પ૦ રૂ. ભાવ વધી ગયા

મીલ ડિલીવરીમાં ઝીણી મગફળીના ૧૩ર૦ રૂ.ના વિક્રમજનક ભાવે સોદા પડયા : ખેડુતોએ માલ વેચી દિધો હવે સટોડીયાઓ નીચા ભાવે મગફળી ખરીદયા બાદ 'ખેલ' પાડી રહ્યાની ચર્ચા

રાજકોટ તા. ર૩ : ચૂંટણીઓ પુર્ણ થતા જ સીંગતેલના ભાવોમાં સ્પ્રીગની જેમ ઉછાળો થયા બાદ આજે મગફળીમાં મણે પ૦ રૂાનો ભાવ વધી ગયા હતા સીંગતેલ બાદ મગફળીમાં પણ સટોડીયાએ સક્રિય થતા ભાવમાં ઉછાળો થયો છે.

રાજકોટ યાર્ડમાં આજે મગફળીની રર હજાર ગુણીની આવકો હતી મગફળી જાડી એકમણના ભાવ ૧૦૧૦ ની ૧રપ૦ રૂ. તથા મગફળી ઝીણી ભાવ ૧૦૪૦ થી ૧૧૯૦ રૂ. હતા જયારે મીલ ડિલીવરીમાં મગફળી જાડી એક મણના ભાવ ૧૧પ૦ રૂ. ભાવ હતા તથા મગફળી ઝીણી એક મણના ભાવ ગઇકાલે ૧રપ૦ થી ૧ર૬૦ રૂ. હતા. તે આજે વધીને ૧૭૧૦ ની ૧૭ર૦ રૂ. ના વિક્રમજનક ભાવે સોદા પડયા હતા. મગફળીમાં મણે પ૦ રૂ.નો ભાવ વધારો થયો છે.

ગઇકાલે સીંગતેલના સટ્ટાકીય તેજીના પગલે એકજ ઝાટકે ૪૦ રૂાનો. ભાવ વધારો થયો હતો. સીંગતેલ બાદ મગફળીમાં પણ સટોડીયાઓ સક્રિય થતા ભાવ વધારો થયો છે મગફળીની સીઝનમાં શિયાળુ પાકના ખર્ચા માટે મોટાભાગના ખેડુતોએ નીચા ભાવે મગફળી વેચી દિધી છે. અને સટોડીયાઓએ નીચા ભાવે મગફળી ખરીદી કર્યા બાદ હવે 'ખેલ' પાડી રહ્યાની વેપારી વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે.

આગામી દિવસોમાં હજી પણ મગફળીમાં નવા ભાવની સપાટી જોવા મળે તો નવાઇ નહી મગફળીના પગલે સીંગતેલમાં પણ નવી સપાટી જોવા મળશે તેમ જાણકાર વર્તુળો કહી રહ્યા છે.

(2:48 pm IST)