Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રાજકોટ સિલ્વર એસો. દ્વારા રામ મંદિરમાં રૂ.૧,૧૧,૧૧૧ અર્પણ

રાજકોટ : રાજકોટ સિલ્વર એસો. દ્વારા રામ જન્મભુમિ તીર્થક્ષેત્રમાં રૂ.૧,૧૧,૧૧૧ (એક લાખ અગીયાર હજાર એકસો અગીયાર) નું અનુદાન અપાયુ છે. આ ચેક અર્પણ સમયે રાજકોટ સિલ્વર એસો.ના પ્રમુખ મનુભાઇ આડેસરા (એ-વન), ઉપપ્રમુખ મનુભાઇ પરમાર, મંત્રી નટુભાઇ કાપડીયા, ખજાનચી ગોરધનભાઇ કાપડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(2:47 pm IST)
  • વાહ !!! ક્લાઈમેટ ચેન્જની ચર્ચા દરમિયાન યુએનએસસીની બેઠકમાં ભારતે પ્રથમ વખત સંસ્કૃતનો ઉપયોગ કર્યો : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે શુકલા યજુર્વેદના ટૂંકી સ્તુતિ સાથે ભારતના સંબોધનની શરૂઆત કરી હતી. access_time 11:19 pm IST

  • 'આપ'ના રાજભા ઝાલાને માત્ર ૧૧૨૦ મત મળ્યા : બીજા રાઉન્ડના અંતે બપોરે ૨ વાગે 'આપ'ના અગ્રીમ નેતા અને ભાજપના સ્ટેન્ડીંગ ચેરમેન રહી ચૂકેલા, ભાજપ સામે ઉપવાસ આંદોલન કરનાર શ્રી રાજભા ઝાલાને પ્રજાએ સંપૂર્ણ જાકારો આપ્યો છેઃ બીજા રાઉન્ડના અંતે રાજભાને ૧૧૨૦ મત મળ્યા છેઃ જયમીન ઠાકરને ૩૮૪૫, મનીષ રાડીયા ૩૪૩૫૭ access_time 3:57 pm IST

  • અમિતભાઈ શાહ અત્‍યારે ૩:૩૦ વાગ્‍યાની આસપાસ અમદાવાદ આવી પહોંચ્‍યા છે : સાંજે ૭ વાગ્‍યે ખાનપુર કાર્યાલય ખાતે ભાજપના વિજયોત્‍સવમાં તેઓ જોડાશે તેમ મનાય છે : આ વિજયોત્‍સવમાં વિજયભાઇ રૂપાણી તથા સી.આર.પાટીલ પણ ભાગ લેશે access_time 4:13 pm IST