Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

કમલેશ મીરાણી ફીર સે : ભાજપનું પ્રમુખ પદ દીપાવ્યુ : વધુ એક ચૂંટણીમાં 'કમળ' ખિલાવ્યું

રાજકોટ તા. ૨૩ : આજે મ.ન.પા.ની ચૂંટણીમાં ભાજપે એક પછી એક બેઠકો પર લીડ મેળવી બપોરે ૧૨ સુધીમાં ૭૨માંથી ૨૪ બેઠકો જીતી લઇ વિજય નિશ્ચિત કર્યો છે ત્યારે સતત બીજી ટર્મમાં પણ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળની આ ચૂંટણીમાં 'કમળ' ખીલ્યું છે.

અગાઉ ધારાસભા તેમજ મ.ન.પા.ની પેટા ચૂંટણી વગેરેમાં પણ કમલેશ મીરાણીના નેતૃત્વમાં ભાજપ વિજયી બન્યું હતું અને આજે મ.ન.પા.ની સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપની વિજય કૂચ થઇ છે. જેમાં વોર્ડ નં. ૧૬ કે જે કોંગ્રેસનો ગઢ હતો તેવા વોર્ડમાં પણ ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે અને તમામ ઉમેદવારો ૫ હજારથી વધુની જંગી લીડથી વિજેતા થયા છે ત્યારે કાર્યકર્તાઓ અને મતદારોની સૌથી નજીક રહેલા એવા કમલેશ મીરાણીએ પ્રમુખપદને દિપાવ્યું છે અને કાર્યકરોમાં પણ આનંદ - ઉત્સાહ છવાયો છે. આ તકે શ્રી મીરાણીએ રાજકોટની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે 'મતદારોએ ભાજપ ઉપર જે પ્રકારે પ્રેમ વરસાવી અને ફરીથી વિશ્વાસ સાથે સત્તાનું સુકાન સોંપ્યું છે તે વિશ્વાસને પરીપૂર્ણ કરવા દરેક કોર્પોરેટરો અને કાર્યકરો વતી ખાત્રી આપું છું.'

(2:44 pm IST)
  • સુરતમાં પાટીલના ગઢમાં ‘આપ' પક્ષે ગાબડુ પાડયુ : ૨૫ બેઠકો મેળવી : ભાજપને ફાળે ૭૨ બેઠકોઃ કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફાઃ ૨૪ બેઠકો ઉપર ગણતરી ચાલુ : બપોરે ૪ વાગ્‍યે આ લખાય છે ત્‍યારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૬ બેઠકો જાહેર થઈ છે અથવા તો ટ્રેન્‍ડ જાહેર થયા છે : જેમાંથી અરવિંદ કેજરીવાલનો નવોદીત આપ પક્ષ ૨૫ બેઠકો લઈ જાય છે : ભાજપને હજુ સુધી ૭૨ બેઠકો સાથે સાદી બહુમતી મળી રહી છે, જયારે કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફા છે અને એક પણ બેઠક મળી નથીઃ કોંગ્રેસની તમામ બેઠકો ‘આપ' ખૂંચવી ગયેલ છે આપની બેઠકો હજુ પણ વધે તેવી શકયતા છેઃ કુલ ૨૪ બેઠકની મતગણતરી હવે થઈ રહી છે access_time 4:24 pm IST

  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભગવો ધારણ કર્યો, રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદીયાએ આણંદમાં ખેસ પહેરાવી કર્યું સ્વાગત access_time 1:05 am IST

  • મહાભારતના સુપ્રસિદ્ધ પાત્ર કર્ણ ઉપર "સૂર્યપુત્ર મહાવીર કર્ણ" ફિલ્મ બની રહી છે જે ના ગીત અને સંવાદ ડોક્ટર કુમાર વિશ્વાસ લખવાના છે access_time 12:07 am IST