Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

કુવાડવા નજીક ટ્રકે એકટીવાને ઉલાળતા બેંક કર્મચારસી અંજુબેન રાઠોડનું મોત

રીફાળાના અંજુબેન નોકરી પુરી કરી ઘરે જતા'તાને કાળ ભેટી ગયો

રાજકોટ,તા. ૨૩: કુવાડવા ગામ પાસે ટ્રકે એકટીવાને હડફેટે લેતા ખાનગી બેંકના કર્મચારી મહિલાનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ રફાળા ગામમાં રહેતા અને ગોંડલ રોડ પર આવેલી એચ.ડી.એફ.સી. બેંકમાં રીટેલ પોર્ટફોલીયો મેનેજર તરીકે નોકરી કરતા અંજુબેન સવજીભાઇ રાઠોડ (ઉવ. ૨૭) ગઇ કાલે નોકરી પુરી કરી પોતાનાં જીજે ૩એલજે૮૩૪૦ નંબરનું એકટીવા પર ઘરે જતા હતા. ત્યારે કુવાડવાગામ જૂના માર્ગ પાસે પૂર ઝડપે પાછળથી આવેલા જીજે૨૫ટી૮૫૬૬ નંબરના ટ્રકના ચાલકે એકટીવાને ઠોકર મારતા અંજુબેન ફંગોળાઇ ગયા હતા અને ટ્રકના આગળના ટાયરમાં આવી જતા તેનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું. બનાવ બનતા ટ્રક ચાલક ટ્રક રેઢો મુકી ભાગી ગયો હતો. બાદ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને કોઇને જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકના એ.એસ.આઇ એન.આર. વાણીયા સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક અંજુબેન બે ભાઇ અને બે બહેનોમાં મોટા હતા તે અપરણીત હતા. તેના પિતા ખેતી કરે છે. આ બનાવ અંગે કુવાડવા પોલીસે ભોગ બનનાર અંજુબેનના પિતા સવજીભાઇ ભલાભાઇ રાઠોડની ફરિયાદ પરથી જીજે૨૫ટી૮૫૬૬ નંબરના ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

(2:42 pm IST)
  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,462 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,29,326 થઇ :એક્ટિવ કેસ 1,44,027 થયા: વધુ 13,659 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,24,146 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,598 થયા access_time 9:01 am IST

  • સુરતમાં પાટીલના ગઢમાં ‘આપ' પક્ષે ગાબડુ પાડયુ : ૨૫ બેઠકો મેળવી : ભાજપને ફાળે ૭૨ બેઠકોઃ કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફાઃ ૨૪ બેઠકો ઉપર ગણતરી ચાલુ : બપોરે ૪ વાગ્‍યે આ લખાય છે ત્‍યારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૬ બેઠકો જાહેર થઈ છે અથવા તો ટ્રેન્‍ડ જાહેર થયા છે : જેમાંથી અરવિંદ કેજરીવાલનો નવોદીત આપ પક્ષ ૨૫ બેઠકો લઈ જાય છે : ભાજપને હજુ સુધી ૭૨ બેઠકો સાથે સાદી બહુમતી મળી રહી છે, જયારે કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફા છે અને એક પણ બેઠક મળી નથીઃ કોંગ્રેસની તમામ બેઠકો ‘આપ' ખૂંચવી ગયેલ છે આપની બેઠકો હજુ પણ વધે તેવી શકયતા છેઃ કુલ ૨૪ બેઠકની મતગણતરી હવે થઈ રહી છે access_time 4:24 pm IST

  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST