Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ખંત-હિમતથી કાર્યવાહી કરનાર ક્રાઇમ બ્રાંચની ટીમને પ્રોત્સાહિત કરતાં પોલીસ કમિશનર

વોર્ડ ૫ના મહિલા કોંગી કાર્યકર અને તેના પતિ વિરૂધ્ધના ગુનામાં : પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ બી. જે. જાડેજા, મહિલપાલસિંહ, હિતેન્દ્રસિંહ, ચેતનસિંહ, કોન્સ. ગાયત્રીબા, કોન્સ. નેહલબેન સહિતની ટીમને રૂ. ૧૫ હજારનું ઇનામ : ચાંદનીબેન લીંબાસીયાએ દરવાજો ન ખોલતાં બે કોન્સ. ગાયત્રીબા અને નેહલબેન બાજુના મકાનના પાઇપ દ્વારા અગાસીએ ગયા અને દરવાજો ખોલાવ્યો હતોઃ એ પછી અડધા લાખનો દારૂ મળ્યો'તો

રાજકોટ તા. ૨૩: મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીના મતદાનની આગલી રાતે સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક બહેન હથીયારમાંથી હવામાં ફાયરીંગ કરતાં જોવા મળ્યા હતાં. આ અંગેની તપાસ ક્રાઇમ બ્રાંચની ટીમે કરી ખંત પુર્વક અને હિમત પુર્વક કામગીરી કરી બે ગુના દાખલ કરી આરોપીને અટક કરવાની કાર્યવાહી કરી હતી. આ કામગીરીની પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે ખાસ નોંધ લઇ આ ટીમને પ્રોત્સાહિત કરવા રૂ. ૧૫ હજારનું ઇનામ આપ્યું છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. ચેતનસિંહ ગોહિલ, કોન્સ. ગાયત્રીબા ગોહિલ અને નેહલબેન મકવાણાએ વિડીયોમાં દેખાયેલ મહિલા સામા કાંઠે રહેતાં વોર્ડ નં. ૫ના કોંગી કાર્યકર ચાંદનીબેન પિયુષભાઇ લીંબાસીયા (રહે. નારાયણનગર-૧) હોવાનું શોધી કાઢ્યું હતું.

પોલીસની ટીમ તપાસક રવા જતાં દરવાજો ખખડાવતાં દરવાજો ખોલ્યો નહોતો. જેથી કોન્સ. ગાયત્રીબા અને નેહલબેન બાજુના મકાનમાંથી પાઇપ દ્વારા છત પર ગયા હતાં. ત્યાંથી ચાંદનીબેનના મકાનમાં ગયેલા અને દરવાજો ખોલાવ્યો હતો. એ પછી ટીમે જડતી લેતાં ઘરમાંથી દારૂનો જથ્થો મળતાં તે અંગે ગુનો દાખલ કરાયો હતો. ચાંદનીબેન અને તેના પતિ વિરૂધ્ધ બીજો ગુનો આર્મ્સ એકટ હેઠળ કુવાડવા પોલીસ મથકમાં દાખલ કરાયો હતો. કારણ કે ફાયરીંગ કુવાડવાની હદમાં ફાર્મ હાઉસ ખાતે થયું હતું. આ કામગીરી કરનાર સમગ્ર ટીમને શ્રી અગ્રવાલે બીરદાવી છે.

(2:41 pm IST)
  • વાહ !!! ક્લાઈમેટ ચેન્જની ચર્ચા દરમિયાન યુએનએસસીની બેઠકમાં ભારતે પ્રથમ વખત સંસ્કૃતનો ઉપયોગ કર્યો : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે શુકલા યજુર્વેદના ટૂંકી સ્તુતિ સાથે ભારતના સંબોધનની શરૂઆત કરી હતી. access_time 11:19 pm IST

  • ચામુંડા વાસે ત્રણ જ દિવસમાં શ્રીલંકાના બોલિંગ કોચ પદ છોડ્યું :ત્રણ દિવસ પહેલા જ ટીમના બોલિંગ કોચ પદે નિયુક્ત થયેલા ચામુંડા વસે અચાનક રાજીનામુ આપ્યું : શ્રીલંકા ક્રિકેટ એસો, સાથે પૈસાને લઈને વિવાદ હોવાથી રાજીનામુ આપ્યાનું મનાય છે access_time 11:02 am IST

  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST