Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ઈવીએમ મશીન ખોલવા માટે ભાજપના ઉમેદવારોને બોલાવ્યા, કોંગ્રેસના ઉમેદવારોને કેમ નહિ?: કોંગ્રેસની ધમાલ

રાજકોટઃ એવીપીટી ખાતે મતગણતરીના પ્રારંભ સમયે મતપેટીઓ ખોલવા માટે તંત્ર દ્વારા માત્ર ભાજપના ઉમેદવારોને જ બોલાવવામાં આવ્યા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવારોને બોલાવવામાં  ન આવતા કોંગ્રેસના વોર્ડ નં.૧૦, ૧૧, ૧૨ના ઉમેદવારો વિજય વાંક, મનસુખભાઈ કાલરીયા, કનકસિંહ જાડેજા સહિતનાએ અધિકારીઓ સાથે ભારે માથાકૂટ કરી હતી.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(11:52 am IST)
  • ૨૨ વર્ષની પાયલ પાટીદાર ‘આપ’ પાર્ટીની ટીકીટ ઉપરથી વિજેતા બનીઃ સૌથી નાની વયે વિજય મેળવ્યો : સુરતમાં કેજરીવાલના ‘આપ’ પક્ષના ઉમેદવાર પાયલ પાટીદાર માત્ર ૨૨ વર્ષની ઉંમરે વિજેતા બન્યા છે. ગુજરાતમાં કદાચ તેઓ સૌથી નાની વયના વિજેતા ઉમેદવાર જાહેર થાય તેવી સંભાવના access_time 4:46 pm IST

  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,462 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,29,326 થઇ :એક્ટિવ કેસ 1,44,027 થયા: વધુ 13,659 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,24,146 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,598 થયા access_time 9:01 am IST

  • અમિતભાઈ શાહ અત્‍યારે ૩:૩૦ વાગ્‍યાની આસપાસ અમદાવાદ આવી પહોંચ્‍યા છે : સાંજે ૭ વાગ્‍યે ખાનપુર કાર્યાલય ખાતે ભાજપના વિજયોત્‍સવમાં તેઓ જોડાશે તેમ મનાય છે : આ વિજયોત્‍સવમાં વિજયભાઇ રૂપાણી તથા સી.આર.પાટીલ પણ ભાગ લેશે access_time 4:13 pm IST