Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી

જિલ્લાના કુલ ૯,૬૦,૫૫૧ મતદારો માટે ૧૧૪૬ મતદાન મથકો ઉભા કરાશે

રાજકોટ, ૨૩: રાજય ચૂંટણી આયોગ દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૧માં યોજાનારી રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ માટે ચુંટણી તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

મતદારો એ ચૂંટણીની પ્રક્રીયાના પાયાના ધટકો છે. જિલ્લાના કુલ ૯,૬૦,૫૫૧ મતદારો મતદાનની પવિત્ર ફરજ બજાવશે. જે અન્વયે કુલ ૫,૦૩,૦૭૦પુરૂષો અને ૪,૫૭,૪૭૯ જેટલા સ્ત્રી મતદારો નોંધાયેલા છે. રાજકોટ જિલ્લા પંચાયતની કુલ ૩૬ બેઠકો છે. મતદારો શાંતીપૂર્ણ અને સલામત રીતે નિર્ભિક માહોલમાં મતદાન કરી શકે તે માટે મતદાન માટે કુલ ૧૧૪૬ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. ચાલુ મતદાન દરમ્યાન ઈ.વી.એમ મશીનમાં કોઈ ટેકનિકલ સમસ્યા સર્જાય તેવા સંજોગોને ધ્યાને લઈને ૧૦ ટકા રિઝર્વ ઈ.વી.એમ સહીત ૨૬૭૫ બેલેટ અને કંટ્રોલ યુનિટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં ૭,૧૦૨ વ્યકિતઓનો પોલીંગ સ્ટાફ, ૧,૨૧૮ વ્યકિતઓનો પોલીસનો સ્ફાફ, ૮ રીર્ટનિંગ ઓફીસરો, ૨૨ આસી.રીર્ટનિંગ ઓફીસરો સહિતના કર્મચારીઓ ફરજ બજાવશે.

(10:07 am IST)
  • મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કહેરનો ખતરો : મહારાષ્ટ્ર બોર્ડરના જિલ્લામાં એલર્ટ : આરોગ્યમંત્રીએ જિલ્લા ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપ સાથે બેઠક કરી :કોરોના ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા આદેશ : મહારાષ્ટ્રથી આવનાર પ્રવાસીઓને થર્મલ સ્ક્રીનિંગ કરાશે : મોટા મેળાવડા સહિતના આયોજન પર રોક લગાવાઈ access_time 11:20 pm IST

  • ૨૫મીએ સુરતમાં કેજરીવાલનો રોડ શો : આપને ૨૭ બેઠકો મળતા વિપક્ષમાં બેસશે : 'આપ'ની જીત બાદ કેજરીવાલનું ટ્વીટ : ગુજરાતમાં નવી રાજનીતિ શરૃ access_time 6:44 pm IST

  • રાજકોટ વોર્ડ નં.૧૬ ભાજપના રૂચીતાબેન જોશી માત્ર ૧૧ મતથી જીત્યાઃ ફરી ગણતરીની માંગની શકયતા :વોર્ડ નં.૧૬ના ભાજપના ઉમેદવાર રૂચીતાબેન જોશીને ૮૬૦૦ અને કોંગ્રેસના રસિલાબેન ગેરૈયાને ૮૫૮૯ મત મળેલ માત્ર ૧૧ મતનો ફર્ક પડતા કોંગ્રેસ ફરીથી મતગણતરી કરાવે તેવી શકયતા access_time 3:59 pm IST