Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રાજકોટ જિલ્લા પંચાયતના સરધાર મતક્ષેત્રમાં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન

રાજકોટ : જિલ્લા પંચાયતની રાજકોટ તાલુકાની સરધાર બેઠક તથા તેની સાથે જોડાયેલ તાલુકા પંચાયતની ૪ બેઠકોના ઉમેદવારના મધ્યસ્થ ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન શિવાલય કોમ્પલેક્ષ, રાજકોટ -ભાવનગર રોડ, સરધાર ખાતે યોજાયેલ જિલ્લા પંંચાયતની બેઠક પર ભાજપમાંથી નિલેષ વિરાણી, તાલુકા પંચાયતમાં સરધારમાં ચેતન પાણ, ભૂપગઢમાં શારદાબેન સિંધવ, ખારચીયામાં પરસતીમ મેવાસિયા, અને હલેન્ડામાં બાબુભાઇ ચૌહાણ ચૂંટણી લડી રહ્યા છે. ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના આગેવાનો ભરત બોધરા, મનસુખ ખારરિયા, માંધાતાસિંહ જાડેજા, લાખાભાઇ સાગઠિયા, ચેતન રામાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નિલેષ વિરાણી સહિતના ઉમદેવારોએ વિજય વિશ્વાસ વ્યકત કર્યો છે.

(10:07 am IST)