Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

લોનું શિક્ષણ મેળવવા IIM તથા SERB ખાતે સંશોધન કરવા માટે સ્કોલરશીપ

લો (કાયદો) માં સ્નાતક અને અનુસ્નાતક થવા માટે તથા પ્રથમ સાથે માસ્ટર ડીગ્રી ધરાવનાર માટે IIM -અમદાવાદ ખાતે રીસર્ચ અર્થે સ્કોલરશીપ ઉપલબ્ધ : વિજ્ઞાન, ગણિત, એન્જીનીયરીંગ, એમ.ડી.એમ.એલ., એમ.ડી.એસ., એમ.વી. એસ.સી.માં પી.એચ.ડી. કરનાર માટે ફેલોશીપ

રાજકોટ તા. ર૩: દિવસે-દિવસે શિક્ષણનું મહત્વ વધતું જાય છે ત્યારે આજનું યુવાધન વિવિધ શાખાનું શિક્ષણ મેળવીને મનગમતી કારકિર્દિ બનાવવા આતુર બન્યુ છે. લો (કાયદો) નું શિક્ષણ મેળવવા, એમ.બી.એ.કરીને માસ્ટર્સમાં પ્રથમ વર્ગ મેળવીને રીસર્ચ કરવા કે પછી કોઇ એકેડેમિક પોઝીશન ઉપર રહીને સમાજોપયોગી સંશોધન કરવા વિવિધ સ્કોલરશીપ ઉપલબ્ધ છે. આ તમામ ફેલોશીપ ઉપર એક નજર કરીએ તો...

 GEV મેમોરીયલ મેરીટ સ્કોલરશીપ ર૦ર૦-ર૧ ફોર લો સ્ટુડન્ટસ અંતર્ગત GEV સ્કોલરશીપ ફંડ ટ્રસ્ટ ભારતમાંં લો (કાયદો) અભ્યાસક્રમમાં ગ્રેજયુએશન તથા પોસ્ટ ગ્રેજયુએશન કક્ષાનો અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને ભારતની મુખ્ય સંસ્થાઓમાં ગુણવત્તા પૂર્ણ શિક્ષણ મેળવવા માટે આર્થિક સહયોગ આપે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

જે ભારતીય વિદ્યાર્થીઓએ ભારતમાં આવેલ કાયદા શાખાની માન્યતા પ્રાપ્ત સંસ્થામાં એલ.એલ.બી. અથવાતો એલ.એલ.એમ.ડીગ્રી કોર્ષમાં શરૂઆતથી જ પ્રવેશ લીધો હોય તેઓ અરજીપાત્ર છે. અથવા તો ર૦ર૧માં કલેટ, એલસેટ-ઇન્ડિયા, એ.આઇ.લેટ અથવા કોઇપણ લો એન્ટ્રેન્સ એકઝામ માટે અરજી કરેલ હોવી જોઇએ. અરજદારને ધોરણ ૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષામાં ઓછામાં ઓછા ૬૦ ટકા હોવા જરૂરી છે. તથા તેમના પરિવારની વાર્ષિક આવક ૧૦ લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઇએ સાથે-સાથે વિદ્યાર્થી GEV મેરીટ સ્કોલર્સની આગળની બેચની સહાયતા માટે તથા સ્કોલરશીપ ફંડના વાર્ષિક મેન્ટરશીપ કાર્યક્રમો માટે સાઇનઅપ કરવા માટે તૈયાર હોવા જોઇએ. પસંદ થનાર વિદ્યાર્થીઓને વાર્ષિક પ૦ હજાર રૂપિયાથી ર લાખ રૂપિયા સુધીની રકમ મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ર૮/ર/ર૦ર૧ છે.

-અરજી કરવા માટેની લીંક

www.b45.in/akila/GMM3

 IIM અમદાવાદ રીસર્ચ આસીસ્ટન્ટશીપ (EPABA) ર૦ર૧ અંતર્ગત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ  માસ્ટર ડીગ્રી ધારકો પાસેથી ફેલોશીપ માટેની અરજીઓ આમંત્રિત કરે છે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે વિદ્યાર્થીઓ પાસે એમબીએ ની ડીગ્રી સાથે માસ્ટર ડીગ્રીમાં પ્રથમ વર્ગ હોય તથા તેઓની પાયથનમાં પ્રોફીસીયન્સ હોવી જરૂરી છે. તેઓ પાસે વાસ્તવિક જીવનની સમસ્યાઓ ઉકેલવા માટે સ્ટેટસ્ટીકલ મેથડસની એપ્લીકેશન સાથે જોડાયેલ પ્રોજેકટ/ ઇન્ટર્નશીપ/ સર્વિસનો અનુભવ હોવો જોઇએ. પસંદ થનાર ઉમેદવારને માસિક ૪૦ હજાર રૂપિયા સુધીની ફેલોશીપ મળવાપાત્ર થશે. માત્ર ઇ-મેઇલ દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ ૮-૩-ર૦ર૧ છે.

-અરજી કરવા માટેની લીંક

 www.b45.in/akila/MRA7  સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ રીસર્ચ બોર્ડ (એસઇઆરબી) ફોર રીસર્ચ ગ્રાન્ટ  (ઇન્ડીયવિઝયુઅલ સેન્ટ્રીક) ર૦ર૧ અંતર્ગત ઉભરતા (નવા આવનાર) તથા પ્રસિધ્ધ વૈજ્ઞાનિકો પાસેથી અરજીઓ મંગાવાવમાં આવી છે. આ યોજના સક્રિય સંશોધકોને કોર રીસર્ચ સહાયતા પ્રદાન કરે છે તથા વિજ્ઞાન અને એન્જીનીયરીંગમાં ઉભરતા વૈજ્ઞાનિકોને આર્થિક સહયોગ આપે છે.

-અરજી કરવા માટેની પાત્રતા

આ ગ્રાન્ટ ભારતીય નાગરિકોને આપવામાં આવે છે કે જેઓ ભારતની કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા તો કોઇપણ રાષ્ટ્રીય પ્રયોગશાળા અથવા અન્ય કોઇ માન્યતા પ્રાપ્ત આર. એન્ડ ડી. સંસ્થામાં નિયીમત રીતે એકેડેમિક/ રીસર્ચરની પોસ્ટ ઉપર કાર્યરત હોવો જરૂરી છે. ગ્રાન્ટ માટે અરજી કરતી વખતે અરજદાર તથા સહ-અરજદારની પાસે વિજ્ઞાન, ગણિત, એન્જીનીયરીંગ અથવા એમ.ડી. / એમ.એસ./ એમ.ડી. એસ./ એમ.વી. એસ.સી.માંથી એચ.ડી.ની ડીગ્રી હોવીજરૂરી છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૮-૩-ર૦ર૧ છે.

- અરજી કરવા માટેની લીંક

www.b45.ina/akila/RBC7 ઉચ્ચ અને ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે હાલમાં ઉપયોગી સ્કોલરશીપ મળી રહી છે ત્યારે યોગ્ય લાયકાત, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, સ્વપ્રયત્ન, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સોનેરી ભવિષ્ય આપ સૌની રાહ જોઇ રહ્યું છે. સાચી નીતિથી મહેનત કરનારાને ઇશ્વર પણ સાથે આપે જ છે. સૌને ઓલ ધી બેસ્ટ.

(10:06 am IST)