Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

દારૂ પી વાહનો હંકારતા રેલનગરનો રણજીતસિંહ, બજરંગવાડીનો ગિરીરાજ અને મયુરનગરનો પુંજા મોરી પકડાયા

રાજકોટઃ કરણપરા ગરબી ચોકમાંથી રેલનગર-૩માં રહેતાં રણજીતસિંહ હેમતસિંહ ગોહેલ (ઉ.૪૦) નામના રજપૂત શખ્સને દારૂ પી બાઇક નં. જીજે૦૩બીડી-૦૦૬૨ હંકારીને નીકળતાં પેરોલ ફરલો સ્કવોડના દિગુભા બાલુભા જાડેજાએ પકડી લઇ કાર્યવાહી કરી હતી. જ્યારે બજરંગવાડી-૧૩ના ખુણે ગોકુળ કોમ્પલેક્ષ પાસે રહેતો ગિરીરાજ નિલેષ રાઠોડ (ઉ.૩૦) દારૂ પી જીજે૦૩એફકે-૩૮૮૨ નંબરની કાર હંકારી માંડા ડુંગરની ગોળાઇમાંથી નીકળતારં આજીડેમ પોલીસ મથકના કનકસિંહ મહોબ્બતસિંહ સોલંકી અને કુલદીપસિંહ જાડેજાએ પકડી લીધો હતો. ઉપરાંત સંત કબીર રોડ મયુરનગર મેઇન રોડ પર રહેતો પુંજા સોડાભાઇ મોરી (ઉ.૨૯) દારૂ પી જીજે૧૩એએન-૭૮૭૭ નંબરનું બાઇક હંકારીને માંડા ડુંગરની ગોળાઇમાંથી નીકળતાં કનકસિંહ અને કુલદિપસિંહે પકડી લીધો હતો.

 

(11:55 am IST)