Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

વિજયભાઇએ બેડી પાસે ગાંડી વેલનું હવાઇ નિરિક્ષણ કર્યું

રાજકોટઃ ટંકારાથી પરત ફરતી વખતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ બેડી ગામ નજીક આજી ડેમ-૨માં ફુટી નીકળેલ ગાંડી વેલનું હવાઇ નિરીક્ષણ કર્યું હતુ. ગાંડી વેલના કારણ બેડી યાર્ડમાં મચ્છરોના ભારે ઉપદ્રવથી વેપારી-ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી હતી. તે અન્વયે વિજયભાઇએ તુરંત પગલા લઇ સુરતથી વીડીંગ મશીન મોકલાવી આજી-૨માંથી ગાંડીવેલ દુર કરવાનું શરૂ કરાવ્યું હતુ.

(11:26 am IST)