Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

વોર્ડનં-૩ની ઓફીસમાં ઓફીસમાં હાલાકી

 જંકશન પ્લોટ ગાયકવાડી પ્લોટ વેપારી મંડળ દ્વારા મ્યુ.કમિશ્નરને આવેદનપત્ર આપી વોડ નં-૩ની ઓફીસને લગતી સમસ્યાઓ અંગે રજૂઆત કરાઈ હતી. ઓફીસમાં કારપેટ એરીયા મુજબ ખુબ સંકળાશ પડે છે. પાર્કીંગની કોઈ સુવિધા નથી, અંદર રજૂઆતકર્તા માટે બેસવાની કે પીવાના પાણીની તેમજ યુરીનલ જેવી કોઈ સુવિધા નથી. ટેક્ષ ઈન્સ્પેકટર

સહીત સ્ટાફ  ઘટ જણાય છે. આ તમામ પ્રશ્ને વહેલાસર ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં મંડળના પ્રમુખ જયકિશનભાઈ આહુજા, મંત્રી ગૌરવભાઈ પૂજારાની આગેવાનીમાં સુરેશભાઈ અઢીયા, કમીટી મેમ્બર હિમ્મતભાઈ કિષ્નાણી, જગદીશભાઈ આસવાણી, ચંદ્રકાન્તભાઈ આહુજા, જીજ્ઞેશભાઈ જોટાંગીયા, હિતેષભાઈ બગડાઈ, બીપીનભાઈ મોટવાણી વગેરે સાથે જોડાયા છે.(૩૦.૭)

(4:05 pm IST)