Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ઘંટેશ્વર પાસે બાંધકામની સાઇટ પર લિફટના ખાડામાં પડતા મજૂરનું મોત

રાજકોટ, તા., ર૩: જામનગર રોડ પર ઘંટેશ્વર એસઆરપી  કેમ્પની સામે લીફટના ખાડામાં પડી જતા દાહોદના યુવાનનું મોત  નિપજયું હતું.મળતી વિગત મુજબ જામનગર રોડ ઘંટેશ્વર એસઆરપી કેમ્પની સામે બાપા સીતારામ ચોકમાં આવેલ રેસકોર્ષ પ્રાઇડ બી રૂટના લીફટના ખાડામાં નીલેષ બાબુભાઇ શીંગાળા (ઉ.વ.ર૦) (રહે. ખેરડાગામ, તા. દાહોદ) પડી જતા તેને ઇજા થતા ૧૦૮ને  જાણ કરતા ૧૦૮ના તબીબ જગદીશભાઇ સભાડે તપાસ કરતા યુવાનનું મોત નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ બરવાડીયા તથા રાઇટર વિપુલભાઇએ સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. (૪.૧૧)

 

(3:37 pm IST)