Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

જય જલારામના નાદ સાથે કાલે રાજકોટથી વિરપુર પદયાત્રાનો પ્રારંભઃ ૧૨૦૦ થી વધુ પદયાત્રીઓ જોડાશે

માર્ગ ઉપર ૨૭ સ્થળોએ સેવા પરબઃ પદયાત્રીકો માટે પાણીથી ભોજન સુધીની વ્યવસ્થાઃ આજ રાત સુધી નામ નોંધણી ચાલુ

 રાજકોટઃ તા.૨૨, રઘુવીર યુવા સેના રાજકોટ શહેર દ્વારા રાજકોટથી વિરપુરની પ૫ કી.મી. ની ઓગણીસ મી પાવનકારી પદયાત્રાનું આયોજન સંત શિરોમણી ભકત શ્રી જલારામ બાપાની ૧૩૮ મી પુણ્યતિથિ નિમીતે કરવામાં આવેલ છે આ મંગલમય પાવનકારી પદયાત્રામાં પુણ્યનું ભાથુ બાંધવા ૧૨૦૦ પદયાત્રીકો પોતાનું નામ રજીસ્ટર કરાવી ચુકયા છે. ત્યારે હજુ પણ જો કોઈ આ પદયાત્રામાં જોડાવા માંગતા હોય તો આજ  રાત્રીના ૧૦-૩૦ સુધી કાર્યાલય ખુલ્લુ રહેશે.

પદયાત્રીકોની સેવા માટે રાજકોટ થી વીરપુર સુધી દાતાઓના સહયોગથી સંસ્થા દ્વારા ૨૭ સેવા પરબો ઉભા કરવામાં આવેલ છે. જેમાં જયુસ, ઠંડા પીણા, ભોજન, ફુટ ડીસ, કોલ્ડ્રીંકસ, ગરમ નાસ્તો, ચા-કોફી, બીસ્કીટ, ચોકલેટ પીપર, ગરમ પાણી, ગરમ ગાંઠીયા જલેબી, સંતરા, દ્રાક્ષ, લીલા નાળીયેર તેમજ યાત્રીકો ને શનિવારનો અપવાસ હોય તેઓ માટે ફરાળ ઉપરાંત ૩-મેડીકલ વાન, ૬-ડોકટરોની ટીમ, એબ્યુલન્સ વાન ઉપરાંત હાઈવે ઉપર ૩-જગ્યાએ મેડીકલ સેવા કેમ્પ ઉભા કરવામાં આવેલ છે હાઈવેના પપ કી.મી. ના પુરા રૂટ ઉપર યાત્રીકોને કોઈ મુશ્કેલી ન પડે તેમના માટે સંસ્થાના સ્વયં સેવક કાર્યકરો ની ટીમની ગોઠવણ કરવામાં પણ આવેલ છે ભોજન અને ભજન સાથે હજારો યાત્રીકો આનંદ કરતા રાત્રી દરમ્યાન પદયાત્રા કરી વહેલી સવારથી વીરપુર પહોંચવા લાગશે પૂ. જલારામ બાપાના દર્શન કરી ગદગદીત થશે અને લીધેલ માનતા પૂરી કર્યા નો આનંદ અનુભવશે.

 મૃત્યુપામેલ વડીલોના આત્માની શાંતિ અર્થે યોજાતા આ પદયાત્રામાં રઘુવીર યુવા સેના પ્રમુખ  બલરામભાઈ કારીયાના માર્ગદર્શન હેઠળ યુવા સેનાના હિતેશભાઇ અનડકટ, ભાવેશભાઇ રૂપારેલીયા,   હિમાંશુભાઈ વસંત, જયેશભાઈ કકકડ, દિપેનભાઈ કોટેચા, નિલેશભાઈ રાડીયા, કિશોરભાઈ અંઘડીયા, હરેશભાઈ કકકડ, નિલેશભાઈ જોબનપુત્રા, ધર્મેશભાઈ અઢીયા, હેમેન્દ્રભાઈ પોપટ, આશિષ રૂધાણી, ચીંતન  રૂધાણી, પ્રજ્ઞેશ રૂધાણી, નિલેશ પુજારા, હિરેન રૂધાણી, હિતેષ રૂધાણી, મયુર ખખ્ખર, રવિ ગઢેચા, ઉત્સવ શિંગાળા, પ્રિયંક ખાખરીયા, નિલેશ શિંગાળા, દિપક ગણાત્રા, હિતેન સોનછત્રા, કેતન ઠકરાર, આશિષ ધામેચા, જીગ્નેશ સચદેવ, સાહિલ લાખાણી, નિખીલ પાબારી, દર્શન કારીયા, કમલ ગોકાણી, ધવલ જીવરાજાની, ઉપરાંત સીનીયર ટીમના શૈલેશભાઈપુજારા, હસુભાઈ રાયચુરા, પારસભાઈ કારીયા, પ્રદિપભાઈ મીરાણી, જયંતિભાઈ રૂધાણી, મનસુખભાઈ રૂપાણી, રાજુભાઈ પોપટ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે વધુ માહિતી માટે કાર્યાલય વરૂણ ચેમ્બર, ૫-ઘી કાંટા, ધર્મેન્દ્ર રોડ ખાતે સંપર્ક સાધવા પ્રમુખ બલરામભાઈ કારીયાની યાદી જણાવે છે. (મો. ૯૯૦૯૯ ૦૭૭૭૦/૯૪૦૯૫ ૬૪૮૧૨) (૪૦.૭)

 

(4:27 pm IST)