Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

રાજકોટ શહેર-જીલ્લાના ૧૦ બાકીદારોની મીલકતનો કબજો લેવા બેંકોને અપાવવા મામલતદારોને આદેશ

જયોતિ પાવરના ર૭પ કરોડ રૂપિયાની બાકી અંગે OBIને કેસ માટે સરકારમાં દરખાસ્તની શકયતા : કુલ ર૮૦ કરોડની વસૂલાત સંદર્ભે નોટીસો બાદ સુનાવણી પૂરી કરી લેવાઇ

રાજકોટ તા. ર૩: રાજકોટ શહેર-જીલ્લામાં બેન્કો-ફાયનાન્સ કંપનીઓની લાખો-કરોડોની બાકીના પ્રશ્ને ર૧ ફેબ્રુઆરીએ કલેકટર સમક્ષ કેસ ચાલ્યા હતા, આ સુનાવણી બાદ ૧૦ મોટા આસામીઓની બાકી બોલતી હોય તેતેમની મીલકતનો કબજો લઇ બેંકોને સોંપી દેવા કલેકટરશ્રીએ દરેક મામલતદારોને આદેશો કર્યા છે.

એમાં અમદાવાદની જયોતિ પાવર કંપનીના ર૭પ કરોડ જેવી તોતીંગ રકમ બેન્ક ઓફ ઇન્ડીયા માંગે છે, આ કોઇ અંગે  CBI ને સોંપવા અંગે સરકારમાં દરખાસ્ત કરવા વિચારણા ચાલી રહ્યાનું સુત્રોએ કહ્યું હતું.

દરમિયાન જેમના બાકી છે તેમની વિગતો આ મુજબ છે.

 

 

બાકીદારનું નામ

રકમ રૂ.

બેન્કનું નામ

હરીઓમ મેટલ

પ૦ લાખ

યુનિયન બેન્ક

રાજેશ કુવાર વાડીયા

૩૬ લાખ

કોટક મહીન્દ્રા બેન્ક

ગીરીશ ભોજક

પ૦ લાખ

ડીસીબી બેન્ક

રાધે એગ્રો

૪ાા લાખ

HDFC બેન્ક

જયોતિ પાવર

ર૭પ કરોડ

બેન્ક ઓફ ઇન્ડીયા

ઘેલાભાઇ ટોળીયા

૧ર લાખ

શ્રીરામ હાઉસીંગ ફાયનાન્સ

રૂદ્રા એન્ટરપ્રાઇઝ

૪૦ લાખ

SBI

રઘુવીર ટ્રેડીંગ

૪૩ લાખ

SBI

વિકાસ એન્ટરપ્રાઇઝ

ર કરોડ

BOB

દિપક તોલા

૩૦ લાખ

એ.યુ.ફાયનાન્સ

રવિન્દ્ર વાઘવાણી

૧.૮૦ કરોડ

દેના બેન્ક

(4:07 pm IST)