Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ધી ઇન્સ્ટી. ઓફ એન્જી. સૌરાષ્ટ્ર લોકલ સેન્ટર દ્વારા સ્થાપના દિવસની ઉજવણી

રાજકોટ : ધી ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયર્સ સૌરાષ્ટ્ર લોકલ સેન્ટર રાજકોટના ૪૯ માં સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ઇજનેરી અને પોલીટેકનીક કોલેજના વિદ્યાર્થીઓ માટે ટેકનીકલ વિષયો પર સ્પર્ધાઓનું આયોજન કરાયુ હતુ.  અધ્યક્ષ સ્થાને એન્જી. નવીનભાઇ વસોયા તત્કાલીન કલકતા આઇઇઆઇના ભુતપુર્વ પ્રેસીડન્ટ ઉપસ્થિત રહેલ અને રાજકોટ સેન્ટરના સ્થાપક ચેરમેન સ્વ. એન્જી. બી. જે. વસોયાની યાદગીરીમાં લેકચર રાખવામાં આવ્યુ હતુ. મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સ્ટેટ સેન્ટર અમદાવાદના ભૂતપૂર્વ ચેરમેન એસ.જે. દેસાઇ ઉપસ્થિત રહેલ. એન્જી. નવીન આર. કાલરીયા, ઓનરરી સેક્રેટરીએ મહેમાનોનું સ્વાગત કરેલ. જયારે સ્થાપના દિવસ વિષે એન્જી. ડી. વી. સચદેએ પ્રકાશ પાડયો હતો. બીજા સેસનમાં વિદ્યાર્થીઓની વકતૃત્વ સ્પર્ધાનો ફાઇનલ રાઉન્ડ અને પોસ્ટર સ્પર્ધાનું નિરીક્ષણ રાખવામાં આવ્યુ હતુ. એજયુ. કોમ્પીટીશનમાં આત્મીય ઇન્સ્ટી.ના શકિત એસ. સોલંકી ફસ્ટ, એલ.ઇ. કોલેજ મોરબીના જાની કરણ વિમલભાઇ સેકન્ડ, મારવાડી કોલેજના સરણયા  એસ.વી. ક્રિષ્નન ઐયર, થર્ડ વિજેતા જાહેર થયેલ. જયારે પોસ્ટર સ્પર્ધામાં મારવાડી કોલેજના સોનમ ડી. તમંગ ફસ્ટ, મારવાડી કોલેજના શમા જહાન અને વીવીપી કોલેજના માધવી રાયચુરા સેકન્ડ, આર. કે. યુનિ.ના યશ મંદાની અને એલ.ઇ.કોલેજ મોરબીના કાથરાણી હર્ષ તૃતીય વિજેતા બનેલ. પ્રોજેકટવોર કોમ્પીટીશનમાં જ્ઞાન મંજરી ભાવનગરના અંબર લખાની તથા દર્પણ શાહ ફસ્ટ, ગવર્નમેન્ટ એન્જી. ના સીંગડીયા સ્વાતી અને જેઠવા પ્રીયાંક સેકન્ડ, સી.યુ. શાહ વઢવાણના પટેલ નયન તથા ત્રિવેદી હર્ષ થર્ડ વિજેતા બનેલ. જયારે પોસ્ટર કોમ્પીટીશન ડીપ્લોમાં વિભાગમાં એઆઇટીએસના વિશ્વા ગાંધી ફસ્ટ, સી.યુ. શાહ પોલીટેકનીક સુરેન્દ્રનગરના દવે દર્શન ડી. સેકન્ડ, મારવાડી યુનિવર્સિટીના વેગડા યોગેશ થર્ડ વિજેતા બનેલ. કાર્યક્રમના અંતે આભારવિધિ સંસ્થાના કારોબારી સભ્ય એન્જી. નવીન પીઠડીયાએ કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એન્જી. નવીન કલરીયા ઓનરરી સેક્રેટરીના માર્ગદર્શન હેઠળ કારોબારી સભ્યો અને કચેરી સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(3:36 pm IST)