Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

સૂફિ માસ્ટર માં પ્રેમ નઝિલાના રવિવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે બે શેષન

ઓશો સેક્રેડ અર્થ ડાન્સ, અવેરનેશ અન્ડર સ્ટેન્ડીંગ મેડીટેશન તથા સુફિ ધ્યાનઃ રજીસ્ટ્રેશન જરૂરી

રાજકોટ :. ઓશોના રંગે રંગાઈ ગયેલા ઓશો સન્યાસીની તથા સુફિ માસ્ટર માં પ્રેમ નઝિલા (ઈરાન) હાલમાં રાજકોટ તથા સૌરાષ્ટ્રની સફરે આવેલા છે. તેઓ છેલ્લા નવ વર્ષથી ઈરાન-અમેરિકાથી ભારત આવે છે, ત્યારે તેઓ અચુક રાજકોટ આવે છે અને તેમનો રાજકોટના ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર તથા તેમના સંચાલક સ્વામિ સત્ય પ્રકાશ સાથે અતૂટ નાતો છેલ્લા ૧૦ વર્ષથી છે. માં પ્રેમ નઝિલાએ જર્મનીમાં અભ્યાસ કરેલ છે. કેલીફોર્નીયાથી (યુ.એસ.એ.) સાયકોલોજીની ડીગ્રી મેળવેલ છે. ૧૯૯૭માં ઓશોનો સન્યાસ લીધેલ છે. નાનપણથી સૂફિઝમ પ્રત્યે લગાવ છે. તૂર્કીમાં આવેલ કોનીયામાં અનેક સૂફિ ગ્રુપો તેમણે કરેલા છે. તેમણે વિશ્વમાં સૂફિના સૌથી મોટા તીર્થધામ તૂર્કી ખાતે સંત જલાલુદીન રૂમીની સમાધી પર ધ્યાન પ્રયોગ કરેલા છે. તેઓએ જીંદગીના પ્રારંભના વર્ષોમાં જ આત્મખોજ કરવાનો મોકો મળ્યો હતો. આ આત્મખોજ થકી જ તેઓ ઈરાનથી જર્મની અને ત્યાંથી ભારત સુધીની મંઝીલ કાપી શકયા છે તેઓ અનેક આત્મજ્ઞાન શિક્ષકોને મળ્યા હતા અને વિવિધ બાબતો અંગે ઉંડો અભ્યાસ કર્યો હતો, પરંતુ જ્યારે તેઓએ ઓશો અને તેના પાઠ ભણ્યા ત્યારે જ તેમણે જીંદગીની વાસ્તવિકતાના દર્શન થયા હતા. તેણીએ અમેરિકામાં સાયકોલોજીનો અભ્યાસ કરેલ છે અને હાલમાં છેલ્લા ૧૦ વર્ષથી મેડીટેશનના વિશેષ શેષન યોજી રહ્યા છે અને ઈરાન તથા અમેરિકામાં ભારત જેવા દેશોમાં શેષન લઈ રહ્યા છે.

માં પ્રેમ નઝિલા ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે આવેલા છે. તેઓને તા. ૨૫ને રવિવારે બપોરે ૩ થી ૬ તથા રાત્રીના ૯ થી ૧૨ બે શેષનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા તેઓ ઓમ-અવેરનેશ અન્ડર સ્ટેન્ડીંગ મેડીટેશન, સૂફિ ધ્યાન, ઓશો સેક્રેડ અર્થ ડાન્સ કરાવશે.

ઉપરોકત માં પ્રેમ નઝિલાના શેષનમાં સહભાગીતા માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે પોતાનું નામ રજીસ્ટર કરાવવુ અત્યંત જરૂરી છે.

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪-વૈદવાડી રાજકોટ

વિશેષ માહિતીઃ સ્વામિ સત્ય પ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬, જયેષભાઈ કોટકઃ ૯૪૨૬૯ ૯૬૮૪૩, અશોક રાવલ (મોરબી): ૮૪૬૯૭ ૬૦૯૪૭

(3:35 pm IST)