Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં વિવેક ધનેશાની કારોબારીમાં ઉમેદવારી

રાજકોટ તા. ર૩: વર્ષ ર૦૧૮ની રાજકોટ બારની ચુંટણીમાં કારોબારી પદ માટે યુવા એડવોકેટ વિવેક એલ. ધનેશાએ ઉમેદવારી નોંધાવેલ છે.

એડવોકેટ શ્રી વિવેક ધનેશા છેલ્લા ચાર વર્ષથી રાજકોટ જિલ્લામાં વકીલાત કરે છે અને તેઓ વિકાસ કે. શેઠ એડવોકેટ સાથે રાજકોટ કોર્ટમાં વર્ષોથી કાર્યરત છે.

એડવોકેટ વિવેક ધનેશા સીવીલ, ક્રિમીનલ અને રેવન્યુ ક્ષેત્રમાં વકીલાત કરે છે અને જુનીયર એડવોકેટસના પ્રશ્નો બાબતે તેઓ ચિંતીત છે. તેઓનો મુખ્ય ઉદેશ છેલ્લા ઘણા વર્ષોથી જુનીયર એડવોકેટ કે જે સુવિધા વિહોણા કોર્ટના ગ્રાઉન્ડમાં બેસવા માટે મજબુર છે. તેના માટે યોગ્ય બેઠક વ્યવસ્થા, છાપરા અને તેમાં પંખાઓ ફીટ કરાવવા માટેના પ્રશ્નને પ્રાધાન્યતા આપવા માંગે છે. આ ઉપરાંત લાઇબ્રેરી કે જે વકીલોના વ્યવસાય માટે હાથ પગ ગણી શકાય તે લાઇબ્રેરીને અદ્યતન બનાવવા તેમજ ઇ-લાઇબ્રેરી માટે પગલા લઇ શકાય તેના માટે પ્રયત્ન કરવા માંગે છે. આ ઉપરાંત વકીલો માટે પાર્કિંગ પાણી તથા સ્વચ્છતાના પ્રશ્નો માટે સતત પ્રયત્નશીલ રહેશે. તેવી બાંહેધરી આપે છે.

સને ર૦૧૬માં પણ રાજકોટ બારની ચુંટણીમાં કારોબારીની પોસ્ટ માટે ઉમેદવારી નોંધાવેલ, જેમાં બહોળી સંખ્યામાં વકીલો તરફથી સમર્થન મળેલ છે. અને હાલની ચુંટણી પ્રચારમાં પણ રેવન્યુ બાર, ક્રિમીનલ બાર તથા સીનીયર સીવીલ પ્રેકટીશનર તરફથી શુભેચ્છા સાથે તેઓને સમર્થન મળી રહ્યું છે.

હાલ તેઓ રાજકોટ જિલ્લા લીગલ એઇડ સમીતીમાં લીગલ એડવાઇઝર તરીકે સેવા આપે છે. જેમાં તેઓએ ઘણા ગરીબ અરજદારોને કાનુની કાર્યવાહીમાં મદદરૂપ બનેલ છે. આગામી ચુંટણીમાં તેઓને તમામ વકીલશ્રીઓ તથા વિકાસ કે. શેઠ-એડવોકેટએ સહમતી આપી, જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરેલ છે. (૭.૩૩)

(3:33 pm IST)