Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

એલજી દ્વારા ૬૫ ઈંચના ટીવીનું લોન્ચીંગઃ ઘરમાં સિનેમા જોતા હોય તેવો અહેસાસ

દીવાલ ઉપર ટીંગાડી શકાય તેવી મેગ્નેટીક બ્રેકેટસથી સજ્જઃ કિંમત ૧૨.૯૯ લાખ : પરફેકટ કલર્સઃ ડોલ્બી સાઉન્ડ સિસ્ટમઃ કિરણ ઈલેકટ્રોનિકસ ખાતે ઉપલબ્ધઃ પત્રકાર પરિષદ યોજાઈ

એલજી દ્વારા લોન્ચ કરવામાં આવેલ ૬૫ ઈંચનું ટીવી તથા કંપનીના અધિકારીઓ અને કિરણ ઈલે.ના માલિક તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૩ :. એલજી દ્વારા દીવાલ ઉપર ટીંગાડી શકાય તેવા ૬૫ ઈંચના ટીવીનું આજે કિરણ ઈલેકટ્રોનિકસ, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે લોન્ચીંગ કરવામાં આવ્યુ હતુ. ઘરમાં જ સિનેમા જોતા હોય તેવો અહેસાસ કરાવતા આ ટીવીની કિંમત રૂ. ૧૨.૯૯ લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેમ આ પ્રસંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં કંપનીના બ્રાંચ મેનેજર મયુર રાજપુરાએ જણાવ્યુ હતું.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ઓએલઈડી પેનલ ૬૫ ઈંચ મોડેલમાં ફકત ૨.૫૭ મીની પાતળી છે. જે ફકત મેગ્નેટિક બ્રેકેટસથી સીધા જ દીવાલ પર ટીંગાડી શકાય છે. જેને લીધે ટીવી અને દીવાલ વચ્ચે કોઈ પણ અંતર રહેતુ નથી. વળી, તેમાં બોલકણા સ્પીકર્સ અને અફલાતુન ડોલ્બી એટમોઝ સાઉન્ડ રોમાંચને પરિપૂર્ણ કરે છે. ડબલ્યુ-૭ સીરીઝની આ ડિઝાઈન ટીવી નહી પણ બારીની બહાર જોઈ રહ્યા હોય તેવો આભાસ કરાવે છે. ઓએલઈડી ટીવીમાં પિકચર-ઓન-વોલ ડિઝાઈન અને ડોલ્બી વિઝનટીએમ અને ડોલ્બી એડમોઝ ટેકનોલોજી ઘરમાં સિનેમા જોતા હોય તેવો બેજોડ અહેસાસ કરાવે છે.

તેમણે કહ્યું હતું કે, એલજીની નવી ઓફર સ્ટાઈલિશ ઓએલઈડી ટીવીએ આજના ગ્રાહકો ફંકશનાલિટી અને એસ્થેટિકસનું અનુકુળ સંમિશ્રણ સાથે ટીવી અનુભવ જે રીતે કરે છે તેમા ક્રાંતિ લાવી દીધી છે. વાસ્તવમાં યુએસ કન્ઝયુમર રિપોર્ટ દ્વારા ટેલિવિઝન અને તેની લોકપ્રિયતા જારી કરાયેલી ડેટા અનુસાર એલજી ઓએલઈડી ડબલ્યુ-૭ ટોચના સ્થાને બિરાજે છે અને નોર્થ અમેરિકામાં નંબર ૧ ઓએલઈડી ટીવી બ્રાન્ડ બનવા માટે લાઈમલાઈટમાં છે. નાવીન્યપૂર્ણ સિગ્નેચર ઓએલઈડી ડબલ્યુ-૭ સિરીઝ એલજી ઓએલઈડીની ક્રાંતિકારી સેલ્ફ-લાઈટીંગ પિકસેલ ટેકનોલોજી પર બની છે. જે ઈનફિનિટ કોન્ટ્રાસ્ટ રેશિયો ઓફર કરવા માટે કોઈ પણ લાઈટ લીકેજ વિના પરફેકટ બ્લેક આપે છે. ઓએલઈડી ટીવી એક અબજ શકય રંગો સાથે પરફેકટ કલર પણ પેદા કરી શકે છે. આ શ્રેણી જરૂરી હોય ત્યારે ઉત્તમ બ્રાઈટનેસ આપવા માટે અલ્ટ્રા લુમિનન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ સાથે ડબલ્યુ-૭ સિરીઝ અને બધા એલજી ૨૦૧૭ ઓએલઈડી ટીવી ડોલ્બી વિઝન સાથે એકટીવ એચડીઆરથી સમૃદ્ધ છે. જે એચડીઆર ફોર્મેટસની ફુલ પેલેને ટેકો આપે છે. આ વર્સેટિલિટી તેના નવા એચડીઆર ઈફેકટ ફીચરથી વધુ સમૃદ્ધ બને છે. જે ચોક્કસ ક્ષેત્રમાં બ્રાઈટનેસ સુધારવા, કોન્ટ્રાસ્ટ રેશિયો બહેતર બનાવવા અને વધુ અચુક ઈમેજીસ આપવા માટે સ્ટાન્ડર્ડ ડેનિફિશન કન્ટેન્ટ ફ્રેમ - બાય ફ્રેમ પ્રક્રિયા કરે છે. આ અનોખુ ટીવી બધા વ્યુઈંગ એન્ગલ્સમાં કોન્ટ્રાસ્ટ અને રંગમાં કોઈ પણ ખરાબી વિના પરફેકટ વ્યુઈંગ એન્ગલ આપી શકે છે.

પત્રકાર પરિષદમાં કિરણ ઈલે.વાળા રાજુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

(3:33 pm IST)