Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

રવિવારે સુરમંદિર દ્વારા 'વાદિર્યા મેરા દામન' કાર્યક્રમ

રફી-કિશોરકુમાર-મુકેશ-લતાદીદીના ગીતો ગુંજશે

રાજકોટ, તા.૨૩ : શહેરની કલાસંસ્થા સુરમંદિર દ્વારા તા.૨૫ને રવિવારે રાત્રે ૯:૩૦ વાગ્યે સ્વ.હેમુગઢવી નાટ્યગૃહ ખાતે ૧૮મા વર્ષનો પ્રથમ કાર્યક્રમ 'વાદિર્યા મેરા દામન' રજૂ થશે.

સુરભીમંદિરની છેલ્લા ૧૭ વર્ષની સંગીત યાત્રામાં રાજકોટની કલારસિક જનતાએ જે સાથ જે સાથ આપ્યો છે તેના માટે સંસ્થાએ આભાર માનેલ છે. આ વખતનો કાર્યક્રમ પણ સુરમંદિરની આગવી પ્રણાલી મુજબ રજૂ થશે.

આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કલાકાર અભીજીતરાવ (વો. ઓફ રફી-અમદાવાદ), સુદીપ મુખરજી (વો. ઓફ હેમંત-કિશોર-અમદાવાદ), અશ્વિની મહેતા
(વો. ઓફ લત્તા-આશા), પ્રીતિ ભટ્ટ (વો. ઓફ લત્તા-આશા), ઘનશ્યામ રાવલ (વો. ઓફ મુકેશ) પોતાની કલા રજૂ કરશે.  કાર્યક્રમનું સંચાલન પ્રીતિ ભટ્ટ કરશે.

ઓરકેસ્ટ્રામાં મનીષ જોશી, ભાર્ગવ ચાંગેલા, રૂષિક પરમાર, જુલીયસ દિલીપ ત્રિવેદી, મીતુલ ગોસાઈ, બાલી, પ્રકાશ વાગડીયા સંગત કરશે.

આ કાર્યક્રમના મહેમાનો તરીકે ઇશ્વરભાઈ વાઘેલા (ગોડસન બેન્ડીંગ), પ્રતાપભાઈ પટેલ (ટર્બો બેરીંગ્ઝ), સુનિલભાઈ શાહ (આકૉડિયા શેર એન્ડ બ્રોકર), તથા જીતેન્દ્ર ઠકરાર (શીવ ડેવલોપર્સ) ખાસ ઉપસ્થિત રહેશે. 

સુરમંદિરના આ નવા વર્ષમાં મેમ્બર્સ તરીકે જોડાવા માગતા સંગીત રસિક શ્રોતાઓને નિમંત્રણ અપાયું છે. સંસ્થાની મેમ્બરશીપ તથા અન્ય વિગત માટે ઘનશ્યામ રાવલ, 'મંગલમ્', ૩૭-આરાધના સોસાયટી, શિવાનંદ ગાર્ડન સામે, એરપોર્ટ રોડ (મો.૯૮૯૮૦ ૪૪૫૧૧) ખાતે  સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. (૨૪.૬)                                         

(3:32 pm IST)