Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

રવિવારે ધ્રોલમાં રામબાઈમાં આહિર કન્યા છાત્રાલયનું લોકાર્પણ

અદ્યતન સુવિધાઓ સાથેના શૈક્ષણિક સંકુલના યુનિટ નં.૧ અને ૨નું લોકાર્પણ : ધો.૮થી ૧૨ની ૪૦૦ દિકરીઓનો સંકુલમાં અભ્યાસ : દાતાઓ અને ધારાસભ્યોનું પણ સન્માન

રાજકોટ, તા. ૨૩ : જામનગર - રાજકોટ હાઈવે ઉપર ધ્રોલ નજીક આવેલ માતુશ્રી રામબાઈમાં આહિર કન્યા છાત્રાલયના શૈક્ષણિક સંકુલનો લોકાર્પણ સમારોહ તા.૨૫ના રવિવારના રોજ યોજાએલ છે. આ તકે દાતાઓ અને ધારાસભ્યોનું પણ સન્માન કરવામાં આવનાર છે.

આહિર સમાજના આગેવાનોએ જણાવેલ કે હાલ આહિર કન્યા છાત્રાલયના પંથલજીભાઈ ચાવડા શૈક્ષણિક સંકુલના યુનિટ નં. ૧ અને ૨નું લોર્કાપણ થવાનુ છે. હાલ ધો.૮ થી ૧૨માં ૪૦૦ દિકરીઓ સંકુલમાં અભ્યાસ કરી રહી છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનો પણ સમાવેશ થાય છે. કુલ ચાર એકરની વિશાળ જગ્યા છે. રાજકોટ - દ્વારકાના નેશનલ હાઈવે ઉપર આવેલ ૪૦૦ ફૂટની ક્ષમતાવાળા વિશાળ ઓરડા છે. સીસીટીવી, ઓડીયો વિઝયુઅલ, લાઈબ્રેરી જેવી સુવિધાઓ છે.

આ ઉપરાંત આગામી રવિવારે જે યુનિટ નં. ૧ અને ૨માં કુલ ૬૪ રૂમ બનાવવામાં આવ્યા છે જેમાં ડાઈનીંગ હોલ, એટેચ બાથ, અલગ રૂમ, લાઈબ્રેરી જેવી સુવિધાઓ છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ધો.૧૦ની દિકરીઓએ ગત વર્ષે જામનગર જિલ્લામાં ૧૦૦ ટકા પરિણામ લાવ્યુ હતું.

આ સમારંભમાં અખિલ ગુજરાત આહિર સમાજના પ્રમુખ અને માણાવદરના ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, મંત્રી વાસણભાઈ આહિર અને વૈદિક મિશન ટ્રસ્ટ - પ્રાસલાના ધર્મબંધુજી તેમજ તાલાલાના ધાાસભ્ય ભગવાનજીભાઈ બારડ, રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેર ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મહંત જગન્નાથજી મહારાજ અને પૂ. મુરીમા આર્શીવચન પાઠવશે.

આ અંગે વધુ માહિતી માટે મો.૯૮૯૮૩ ૬૭૭૩૩ / ૦૨૮૯૭ - ૨૯૪૯૯૯ ઉપર સંપર્ક કરી શકાય છે.

આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ગીગાભાઈ રાઠોડ, હરીભાઈ ડાંગર, દેવદાનભાઈ સિંહાર, વિજયભાઈ વાંક (કોર્પોરેટર), રમેશભાઈ મકવાણા, વશરામભાઈ લૈયા, દેશુરભાઈ સિંહાર, શૈલેષભાઈ ડાંગર, ભરતભાઈ સવસેટા અને બાબુભાઈ મકવાણા નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(1:03 pm IST)